પોલીસની હાજરીમાં જ પતિએ પત્નીને મારી નાખવાની ધમકી આપી

વડોદરાના તરસાલીમાં શ્રી હરિ ડુપ્લેક્સ એન્ડ ટેનામેન્ટમાં રહેતા ચિરંગીનીબેન નીતિનભાઈ ઠક્કરે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે બપોરે 12:00 વાગે હું મહિલા પોલીસ સ્ટેશન કારેલીબાગ ખાતે મારા પતિ વિરુદ્ધમાં ઘરેલુ હિંસા બાબતે અરજી આપી હોય મારા પિતા તથા માતા સાથે ગઈ હતી.

મહિલા પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલ ગાયત્રીબેન મારું તથા મારા પતિ તથા સાસુ સુધાબેન તથા નણંદ જલ્પાબેન, નણદોઈ કૃણાલ તમામ રહેવાસી ન્યૂ વીઆઇપી રોડનું કાઉન્સેલિંગ કરતા હતા. તે દરમિયાન મારા પતિ અચાનક ઉશ્કેરાઈ ગયા હતા. પોલીસની હાજરીમાં તેઓ મને ગાળો બોલવા લાગ્યા હતા. પોલીસ સ્ટેશનના સ્ટાફે તેઓને સમજાવ્યા હતા, પરંતુ મારા પતિ તેઓનું માન્ય ન હતા અને અમને ગાળો બોલતા હતા. મારા પતિએ મારા માતા-પિતા સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો અને મારા પિતાને લાફો મારી દીધો હતો. ત્યાં હાજર પોલીસ કર્મચારીઓએ મારા પતિને પકડી રાખેલ અને અમને કહ્યું કે તમે બહાર નીકળી જાઓ પછી તમને બોલાવીશું જેથી અમે બહાર નીકળી ગયા હતા. અમે પોલીસ સ્ટેશનના દરવાજા પાસે ઉભા હતા તે સમયે મારા પતિએ આવીને ફરી ગાળો બોલે મને ધક્કો મારી ધમકી આપી હતી કે તું મને શું પોલીસના કેસમાં ફસાવે છે, હું તને જીવતી રહેવા નહીં દઉં અને મારો હાથ પકડીને મચકોડવા લાગતા મેં બૂમાબૂમ કરતા પોલીસના સ્ટાફ આવી ગયો હતો અને મને બચાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE