September 20, 2024 9:07 am

ઈઝરાયલે કરી મોટી ભૂલ, અમેરિકન મહિલાને ગોળી મારી, બાઈડેન નેતન્યાહૂ સામે કરશે કાર્યવાહી?

ઈઝરાયલ-હમાસ વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. પરંતુ ઈઝરાયલના સૈનિકોએ મિત્ર દેશ અમેરિકના નાગરિકની હત્યા કરતા હડકંપ મચી ગયો છે. સેનાએ એક અમેરિકન મહિલાને પેલેસ્ટાઈનના તટ પર ગોળી મારી દીધી હતી. આ ઘટના બાદ અમેરિકન પ્રમુખ જો બાઈડેન ભડકી શકે તેવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે. પરંતુ સવાલ એ છે કે, આખરે ઈઝરાયલના સૈનિકોએ આ મહિલાને કેમ મારી?

મળતી માહિતી મુજબ, ઈઝરાયલ સૈનિકોની ગોળીનો શિકાર બનેલી અમેરિકન મહિલા પેલેસ્ટાઈનના પશ્ચિમી તટ પર વસાહતોના વિરોધમાં આયોજીત પ્રદર્શનમાં સામેલ હતી. ઈઝરાયલ સૈનિકોએ આ આંદોલનમાં ભાગ લેવાના કારણે અમેરિકન મહિલાને ગોળી મારી હત્યા કરી હતી.

મહિલાની મોત પર અમેરિકાનું રિએક્શન

અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મૈથ્યુ મિલરે તુર્કીમાં જન્મેલી 26 વર્ષની આયસેનુર એજગી ઈગીના મોતની પુષ્ટિ કરી છે. પરંતુ, તેઓએ જણાવ્યું નથી કે, મહિલાને ઈઝરાયલના સૈનિકોએ ગોળી મારી છે કે નહીં. વ્હાઈટ હાઉસના એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ‘અમે અમેરિકન નાગરિકની હત્યાથી ખૂબ પરેશાન છે.’

તુર્કીએ આપી પ્રતિક્રિયા

તુર્કીના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઓનકૂ કેલેસીએ કહ્યું- ‘ઈગી તુર્કીની પણ નાગરિક હતી. નેતન્યાહૂ સરકાર દ્વારા કરવામાં આવેલી આ હત્યાની અમે નિંદા કરીએ છીએ. અમે તેની હત્યા કરનારને ન્યાયના કઠઘરામાં લાવવાના તમામ પ્રયત્ન કરીશું.’

ઈઝરાયલ સેનાએ શું કહ્યું?

આ સમગ્ર મામલે ઈઝરાયલની સેનાએ કહ્યું કે, ‘સૈનિકોએ વિરોધ પ્રદર્શન ક્ષેત્રમાં હિંસક ગતિવિધિઓ ભડકાવનાર પર ગોળીબાર કરતી વખતે વિદેશી નાગરિકની હત્યાના સમાચારની અમે તપાસ કરી રહ્યાં છીએ. અમને માહિતી મળી છે કે, ગોળી લાગવાથી જે વ્યક્તિની મોત થઈ છે તેણે વસાહત વિસ્તારની સામે સાપ્તાહિક પ્રદર્શનમાં ભાગ લીધો હતો.’

માથા પર ગોળી મારીને કરી હત્યા

પ્રદર્શનમાં સામેલ ઈઝરાયલના નાગરિક જોનાથન પોલાકે કહ્યું કે, ‘જ્યારે પેલેસ્ટાઈન અને આંતરરાષ્ટ્રીય કાર્યકર્તાઓ ઉત્તર-પશ્ચિમના તટથી બેઇતા શહેરની પહાડી (જે ઈઝરાયલની વસાહત એવ્યાતાર સામે સ્થિત છે) પર સામુહિક પ્રાર્થના કરતાં હતાં, ત્યારે ઈઝરાયલ સૈનિકો દ્વારા આ ગોળીબાર કરવામાં આવ્યો હતો.’ ઘટનાસ્થળે હાજર મહિલાનો પ્રાથમિક ઉપચાર કરનાર ડૉ. વાર્ડ વસાત અને નજીકના રાફિદિયા હોસ્પિટલના (જ્યાંથી મહિલાને લાવવામાં આવી) ના ડિરેક્ટર ડૉ. ફૌદ નફ્ફાએ જણાવ્યું કે, મહિલાના માથામાં ગોળી મારવામાં આવી હતી. વર્ષ 2000 બાદથી ઈન્ટરનેશનલ સોલિડેરિટી મૂવમેન્ટ (ISM) માં મોતને ભેટેલી ઈગી ત્રીજી કાર્યકર્તા છે.

ISM કાર્યકર્તા અવાર-નવાર ઈઝરાયલની સેના અને પેલેસ્ટાઈનની વચ્ચે ઊભા રહીને ઈઝરાયલની સેનાના અભિયાનને રોકવાનો પ્રયત્ન કરે છે. આ પહેલાં IMS ના બે કાર્યકર્તાઓ અમેરિકન રેચલ કૉરી અને ફોટોગ્રાફીના બ્રિટિશ વિદ્યાર્થી ટૉમ હુરંડલ 2003 માં ગાઝામાં મોતને ભેટ્યા હતાં.

આ પહેલાં પણ અમેરિકન નાગરિકની કરાઈ હતી હત્યા

આ પ્રદર્શન પહેલાં પણ હિંસક બની ગયું હતું. એક મહિના પહેલાં, અમેરિકન નાગરિક અમાદો સિસન વિરોધ પ્રદર્શનમાં આંસુ ગેસ અને ગોળીબારથી ભાગવાનો પ્રયત્ન કરતો હતો, ત્યારે ઈઝરાયલના સૈનિકોએ તેને ગોળી મારી દીધી હતી.

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE