ગુજરાતમાં બનતા ગુનાઓની સામે તેનો કન્વિક્શન રેટ એટલે કે સજાનો દર અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછો હોવાનો ચોંકાવનારો આંકડો ક્રાઇમ રેટ ઇન ઇન્ડિયાના ડેટામાં સામે આવ્યો છે. જે રાજસ્થાન અને મહારાષ્ટ્ર કરતા ઓછો છે. જે બાબતે ચિંતા વ્યક્ત કરતા સિનિયર પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે અનેક કિસ્સામાં ભૂલ ભરેલી તપાસના કારણે આરોપીઓ કોર્ટમાં નિર્દોષ છુટી જાય છે. પોલીસ કેસમાં કન્વિક્શન દરમાં વધારો થાય તે માટે અમદાવાદ ખાતે એક દિવસીય સેમિનાર યોજાયો હતો. ક્રાઇમ રેટ ઇન્ડિયાના 2022 દ્વારા રજુ કરવામાં આવેલા અહેવાલમાં દેશનો સરેરાશ સજાનો દર 54.2 ટકા છે. તેની સામે રાજસ્થાનનો કન્વિક્શન દર 51.7 ટકા અને મહારાષ્ટ્રનો દર 45.1 ટકા છે. જેના પ્રમાણમાં ગુજરાતનો દર માત્ર દર 29.7 ટકા છે. જે ગુજરાત પોલીસ માટે ચિંતાનો વિષય બન્યો છે.
તો બીજી તરફ ચાર્જશીટ રેટમાં ચિત્ર ઉલ્ટુ છે. દેશનો ચાર્જશીટ રેટ 71.3 ટકા છે. તેની સામે ગુજરાતનો દર 89.9 ટકા છે અને રાજસ્થાનનો રેટ 49.8 ટકા તેમજ મહારાષ્ટ્રનો દર 75.3 ટકા છે. ગુજરાતનો રેટ દેશ કરતા 45.20 ટકા ઓછો છે. જેથી ગુજરાતમાં સજાનો દર વધે તે માટે પોલીસ અધિકારીઓના માર્ગદર્શન માટે એક દિવસીય સેમિનાર યોજાયો હતો. જેમાં સંબોધન કરતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ફોરેન્સીક સાયન્સ અને જ્યુડીશીયલ સિસ્ટમ સજાનો દર વધારવા માટે મદદરૂૂપ થાય છે. જ્યારે પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું કે ભૂલભરેલી તપાસ સજાનો દર ઓછો હોવાનું મુખ્ય કારણ છે. જેના કારણે આરોપીઓ કોર્ટમાં છુટી જાય છે અને પરિણામે પિડીત ન્યાયથી વંચિત રહી જાય છે. જે ગંભીર બાબત છે. સજાના દરમાં વધારો કરવા માટે પીએસઆઇ , પીઆઇ અને એએસઆઇ કક્ષાના અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં ઉચ્ચકક્ષાના અધિકારીઓ,પોલીસ ઈન્સપેકટરો દિલ્હી હાઈકોર્ટના પૂર્વ ચિફ જસ્ટિસ ડી એન પટેલ, એડિશનલ એડવોકેટ જનરલ મિતેશ અમીન, ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, શહેર પોલીસ કમિશનર જી એસ મલિક, એફએસએલના ડાયરેક્ટર એચ પી સંઘવી ઉપસ્થિત રહ્યાં હતા.
આ સેમિનારમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરે નિવેદન આપ્યું હતું કે,ગુજરાતમાં મહારાષ્ટ્ર અને રાજસ્થાન કરતા ક્ધવીક્શન રેટ ઓછો છે.ગુજરાતમાં હજી પણ ક્ધવીક્શન રેટ સુધારવાની જરૂૂરિયાત છે.તો મહત્વની વાત તો એ છે કે,પોલીસ આરોપી સામે જયારે ગુનો નોંધે છે,ત્યારે ભૂલ ભરેલી તપાસના આધારે તે છૂટી જાય છે અને આરોપી છૂટી જવાથી પીડિતને ન્યાય મળવામાં તકલીફ પડે છે.તો બીજી તરફ ગુજરાતમાં તપાસ બાદ ચાર્જશીટનું વલણ વધ્યું છે. કોઈ પણ ગુનામાં ઝીણવટભરી તપાસ થાય એ જરૂૂરી બન્યું છે.પુરતા પૂરાવા ના હોય તો ફાઈનલ રિપોર્ટ ભરવામાં સંકોચ ના રાખવો જોઈએ.