આવતીકાલથી શરૂ થતા ગણેશ ચતુર્થીના તહેવાર પહેલા મુંબઇના વિખ્યાત લાલબાગ ચા રાજાની પ્રથમ ઝલક સામે આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપ્પાનો લુક એકદમ અનોખો છે. ગઇકાલે સાંજે હજારો ભક્તોની હાજરીમાં લાલબાગચા રાજાની પ્રતિમાં ખૂલ્લી મૂકાઇ હતી.
આ વર્ષે લાલ બાગ ચા રાજાની સ્થાપનાને 91 વર્ષ થશે. ગણેશ ચતુર્થીના આ શુભ અવસર પર હવે લાલ બાગ ચા રાજાની પ્રથમ ઝલક સામે આવી છે. લાલ બાગ ચા રાજાની એક ઝલક મેળવવા માટે લાખો લોકો કતારમાં ઉભા રહ્યા હતા. ગણેશ મહોત્સવ દરમિયાન મુંબઈના લાલ બાગ ચા રાજાની સૌથી વધુ ચર્ચા રહે છે. ગણેશ ઉત્સવનો તહેવાર 9 દિવસ સુધી ચાલે છે. આ વખતે ગણેશ ચતુર્થીનો તહેવાર 7 સપ્ટેમ્બર શનિવારથી શરૂ થશે અને 17 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીના રોજ સમાપ્ત થશે.
Post Views: 60