રાહુલ દ્રવિડે ટીમ ઈન્ડિયા છોડીને આઈપીએલમાં એન્ટ્રી કરી છે. રાજસ્થાન રોયલ્સે તેમને તેમનો નવો મુખ્ય કોચ બનાવ્યો છે. તેમનો કાર્યકાળ જૂનમાં ભારતીય ટીમના T20 વર્લ્ડ કપ જીતવાની સાથે સમાપ્ત થયો હતો. તેમના કોચિંગ હેઠળ ટીમને મળેલી આ મોટી સફળતા બાદ હવે રાજસ્થાને તેમને મુખ્ય કોચ બનાવ્યા છે.
કોચ બનતાની સાથે જ કર્યું આ કામ
રાહુલ દ્રવિડે તાજેતરમાં રાજસ્થાન રોયલ્સની ફ્રેન્ચાઈઝી સાથે આ ડીલ સાઈન કરી છે. ઈએસપીએન ક્રિકઈન્ફોના અહેવાલ મુજબ, તેણે ફ્રેન્ચાઈઝી સાથે જોડાતાની સાથે જ પોતાનું કામ શરૂ કરી દીધું છે. મેગા ઓક્શન પહેલા ટીમના નવા કોચે ખેલાડીઓને જાળવી રાખવાની વાત કરી હતી. રિપોર્ટ અનુસાર રાજસ્થાન રોયલ્સ ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટિંગ કોચ વિક્રમ રાઠોડને પણ આસિસ્ટન્ટ કોચ તરીકે સાઈન કરી શકે છે.
Post Views: 79