આપણે હંમેશા સાંભળ્યું છે કે ફળો ખાવાથી સવાસ્થ્ય સારું રહે છે. પરંતુ જો તમે તેને સૂતા પહેલા ખાશો તો તમને તેનો પૂરો ફાયદો નહીં મળે. રાત્રે કેટલાક ફળ ખાવાથી પાચનતંત્રમાં સમસ્યા થાય છે. જાણો રાત્રે સૂતા પહેલા કયા ફળ ન ખાવા જોઈએ.
પાઈનેપલ
પાઈનેપલમાં બ્રોમેલેન નામનું એન્ઝાઇમ હોય છે, જે પાચનતંત્રમાં બળતરા પેદા કરી શકે છે. ખાસ કરીને જ્યારે પાઈનેપલને મોટી માત્રામાં અથવા ખાલી પેટે ખાવામાં આવે છે. આનાથી બેચેની અથવા હાર્ટબર્ન થઈ શકે છે, જેનાથી શાંતિથી સૂવું મુશ્કેલ બને છે.
કેળા
કેળામાં નેચરલ સુગર અને ફાઇબર સૌથી વધુ હોય છે, જે પાચનમાં અગવડતા લાવી શકે છે. આ કારણે ઊંઘમાં ખલેલ પડી શકે છે. તેથી રાત્રે સૂતા પહેલા ભૂલથી પણ કેળા ન ખાઓ. તેનાથી ગળામાં સોજો પણ આવી શકે છે.
ચીકુ
ચીકુમાં ઘણી બધી ખાંડ હોય છે, જેના કારણે તેને રાત્રે ખાવાનું ટાળવું જોઈએ. સૂતા પહેલા ચીકુખાવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે. જેના કારણે તમારી એનર્જીમાં વધઘટ થઈ શકે છે અને ઊંઘમાં ખલેલ પડી શકે છે.
તરબૂચ
તરબૂચમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે. તેથી, આ ખાવાથી તમારે વારંવાર બાથરૂમ જવું પડી શકે છે. તેનાથી તમારી ઊંઘમાં ખલેલ પડી શકે છે. તરબૂચમાં કુદરતી ખાંડ પણ હોય છે, જે એનર્જી વધારે છે. વ્યક્તિને ફરીથી ઊંઘ આવતી નથી.
જામફળ
જામફળમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે અને તેને ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. પરંતુ જો તમે તેને રાત્રે ખાશો તો તમને ગેસની સમસ્યા થઈ શકે છે.
સફરજન
સફરજન રાત્રે ખાવાથી એસિડિટી થઈ શકે છે, જે તમને મોડી રાત્રે પરેશાન કરી શકે છે.