દ્વારકામાં વરસેલા વરસાદથી પાણી ગ્રસ્ત વિસ્તારમાં 200થી 250 જેટલા ઘેટાં પાણીમાં તણાઈ ગયેલ હોવાથી માલધારીઓ ચિંતામાં મુકાયા છે. આજે તેઓ પ્રાંત અધિકારી કચેરીએ આવેદનપત્ર આપી સહાયની માંગ કરી હતી. દ્વારકા છેલ્લા દિવસોમાં માતબર વરસાદ વરસી ગયા બાદ દ્વારકા વિસ્તારમાં ચરકલા વિસ્તાર સહિત વિસ્તારો પાણી ગ્રસ્ત થયા હતા. ત્યારે અનેક માલધારીઓ જે પશુ પાલનનાં વ્યવસાય સાથે જોડાયેલા છે. તેવા માલધારીઓનાં 200થી 250 જેટલા ઘેટાં બકરાંઓ વરસાદી પાણીમાં તણાઇ ગયા છે. જેમાં અનેકનાં મૃતદેહ મળી આવ્યા છે. ત્યારે આ માલધારીઓ આજે પ્રાંત અધિકારી કચેરી જય સહાય આપવા માંગ કરી હતી.
Post Views: 86