સપ્ટેમ્બરના પ્રથમ ટ્રેડિંગ દિવસે આજે સોમવારે શેરબજારમાં રેકોર્ડબ્રેક શરૂઆત થઈ હતી. BSEનો 30 શેરનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી નવા ઓલ ટાઇમ હાઇ પર ખૂલ્યા છે.
ભારતીય શેરબજારમાં આજે સોમવારે અઠવાડિયાની મજબૂત શરૂઆત થઈ છે અને બજારો નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. આટલા સમયમાં સેન્સેક્સ પહેલી વખત 82,700ની ઉપર પહોંચ્યો છે અને નિફ્ટી પણ પ્રથમ વખત 25,300ની ઉપર ઉછળ્યો હતો. સેન્સેક્સ 359 પોઈન્ટ વધીને 82725ની સપાટીએ ખૂલ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 97 પોઈન્ટના ઉછાળા સાથે 25333ની નવી ઓલ ટાઈમ હાઈ પર ખુલ્યો હતો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં પણ નવી ઊંચી સપાટી જોવા મળી હતી. ઇન્ડેક્સ પ્રથમ વખત 59,500 ની ઉપર દેખાયો.
આ પહેલા શુક્રવારના રોજ ભારતીય શેરબજાર બેન્ચમાર્ક નિફ્ટી 50 સાથે નવા રેકોર્ડ હાઈ પર પહોંચ્યું હતું. તેસેન્સેક્સ 231.16 પોઈન્ટ અથવા 0.28 ટકા વધીને 82,365.77 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 83.95 પોઈન્ટ અથવા 0.33 ટકા વધીને 25,235.90 પર બંધ થયો હતો. નિફ્ટીના વધતા શેરોની યાદીમાં હીરો મોટોકોર્પ, એચડીએફસી લાઇફ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, એચસીએલ ટેક્નોલોજીસ અને બજાજ ઓટોના ટોચના શેરોનો સમાવેશ થાય છે જ્યારે ટોપ લુઝર્સની યાદીમાં ટાટા મોટર્સ, એમએન્ડએમ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ અને ઓએનજીસીનો સમાવેશ થાય છે.