April 2, 2025 1:47 pm

લોકોની નારાજગી દૂર કરવા મનપાના પદાધિકારીઓની વિધાનસભા વાઈઝ બેઠકો

રાજકોટ શહેરમાં ગત તા.25/08/2024 થી તા.28/08/2024 દરમ્યાન ભારે વરસાદ પડેલ હતો. આ ભારે વરસાદની પરિસ્થિતિ દરમ્યાન શહેરીજનો દ્વારા ટેલિફોનિક તથા અન્ય માધ્યમથી પોતાના વિસ્તારમાં વરસાદી પાણી જમા થવા, મેઈન રોડ પર વરસાદી પાણી જમા થવા, ડ્રેનેજ લાઈન ઓવરફલો, ડ્રેનેજ લાઈન ચોક અપ, વૃક્ષ પડવા, સફાઈ, સ્ટ્રીટ લાઈટ બંધ, દવા છંટકાવ કરવા, ફોગીંગ કરવા, આરોગ્ય કેન્દ્ર સંબંધિ તથા રાજકોટ મહાનગરપાલિકા તંત્રની અન્ય મદદ માટે રાજકોટ મહાનગરપાલિકાના કોલ સેન્ટરમાં, ક્ધટ્રોલ રૂૂમમાં, વોર્ડ ઓફિસ ખાતે ફરિયાદ નોધાવવામાં આવેલ હતી.

રાજ્ય સરકારની ભારે વરસાદની પરિસ્થિતિ અંગે વખતો વખતની સુચના મુજબ રાજકોટ મહાનગરપાલિકાની સમગ્ર ટીમ જેમાં રાજકોટ પદાધિકારીઓ, કમિશનર, વોર્ડ કોર્પોરેટરો તથા ઝોનના નાયબ કમિશનરના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ વોર્ડના એન્જીનીયરો, સોલિડ વેસ્ટ શાખાના અધિકારીઓ-કર્મચારીઓ, ગાર્ડન શાખાના અધિકારીઓ- કર્મચારીઓ, ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગનાં અધિકારીઓ-કર્મચારીઓ, મેનેજરો, વોર્ડ ઓફિસરો, સેનેટરી ઇન્સ્પેકટરો, રાજકોટ મહાનગરપાલિકાની અલગ અલગ શાખાના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સતત ખડેપગે રહી કામગીરી કરી, શહેરીજનો દ્વારા કરવામાં આવેલ મોટા ભાગની ફરિયાદો, રજૂઆતોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવેલ હતો.

રાજકોટ મહાનગરપાલિકાની સમગ્ર ટીમ હાલમાં પણ પેન્ડીંગ રહેલ ફરિયાદો અને રજૂઆતો પરત્વે કામગીરી કરવામાં આવી રહી છે. પેન્ડીંગ રહેલ ફરિયાદો અને રજૂઆતો સત્વરે નિકાલ થાય તે હેતુસર કામગીરીની સમીક્ષા માટે આજ તા.02/09/2024 સોમવારના રોજ શહેરની વિધાનસભા મતવિસ્તારના વોર્ડ મુજબ અલગ અલગ 04(ચાર) મિટીંગ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારી મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા તથા લગત વોર્ડના કોર્પોરેટરો, આ મિટિંગમાં ઝોન/વોર્ડ મુજબ નાયબ કમિશનર, સિટી એન્જીનીયરઓ, પર્યાવરણ ઇજનેર, વોર્ડ એન્જીનીયરઓ, નાયબ પર્યાવરણ ઇજનેર, આરોગ્ય અધિકારી, ડાયરેક્ટર (પાર્કસ ફળા; ગાર્ડન), ફાયર ઓફિસર, નાયબ આરોગ્ય અધિકારીઓ, વોર્ડ ઓફિસરઓ, દબાણ હટાવ અધિકારી, સેનેટરી ઇન્સ્પેકટરઓની ઉપસ્થિતિમાં મિટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.

સવારથી સાંજ સુધી સતત દોડ્યા
વિધાનસભા 68મા સમાવિષ્ટ વોર્ડ નં.4,5,6,15,16 (મિટીંગ સમય: સવારે 11:00 કલાકે)
વિધાનસભા 70મા સમાવિષ્ટ વોર્ડ નં.7,13,14,17 (મિટીંગ સમય: બપોરે 12:00 કલાકે)
વિધાનસભા 69મા સમાવિષ્ટ વોર્ડ નં.1,2,3,8,9,10 (મિટીંગ સમય: સાંજે 05:00 કલાકે)

વિધાનસભા 71મા સમાવિષ્ટ વોર્ડ નં.11,12,18 (મિટીંગ સમય: સાંજે 06:00 કલાકે)

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE