April 2, 2025 1:42 pm

બુકી દિપક ઠક્કરની ડાયરીમાંથી સટોડિયાઓનું લિસ્ટ મળ્યું

માધવપુરા સટ્ટાકાંડમાં અનેક પંટરો પોલીસનાં રડારમાં, બે પાસપોર્ટ, લખાણો સાથેનું રાઈટીંગ પેડ પણ કબજે

અમદાવાદમાંથી ઝડપાયેલ રૂા.2300 કરોડના સટ્ટાકાંડના સુત્રધાર બુકી દિપક ઠક્કરની દુબઈથી ધરપકડ કરાયા બાદ તેની પાસેથી જુનો પાસપોર્ટ, નવો પાસપોર્ટ, મોટુ રાઈટીંગ પેડ તેમજ વિવિધ લોકોના નામ તથા મોબાઈલ નંબરો સાથેની ડાયરી તેમજ લખાણો મળી આવતાં પોલીસે હવે આ ડાયરીની દિશામાં તપાસ હાથ ધરી છે અને આ ડાયરીમાં મોટો સટોડિયાઓનું જ લીસ્ટ હોવાનું પોલીસ માની રહી છે.

થોડા સમય પહેલા અમદાવાદના માધુપુરા વિસ્તારમાંથી 2300 કરોડ રૂૂપિયાનું મસમોટુ સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડિંગનું મોટુ નેટવર્ક પકડાયું હતું. માધુપુરામાં ઝડપાયેલું આ સટ્ટાકાંડનું કૌભાંડ ગુજરાતનું સૌથી મોટુ સટ્ટાકાંડ હતું. આ કૌભાંડમાં ક્રિકેટ સટ્ટાના તાર દુબઈ સુધી લંબાયેલા હોવાનું તે સમયની તપાસમાં બહાર આવ્યું હતું. તે સમયે તરલ ભટ્ટ અમદાવાદ પીસીબીમાં ફરજ બજાવતા હતા ત્યારે જ આ સટ્ટાકાંડ પકડાયું હતું. બાદમાં આ સટ્ટાકાંડમાં સંડોવાયેલા કેટલાય આરોપીઓ દુબઈ ભાગી ગયા હતા.

જે તે સમયે આ કેસમાં 111 જેટલા આરોપીની ઓળખ થઈ હતી. જેમાંથી 35 આરોપી ઝડપાઈ ગયા હતા અને 76 આરોપી ફરાર હતા. દરમિયાન રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સુચનાને આધારે સ્ટેટ મોનિટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે ટી કામરીયા વગેરેની ટીમ દુબઈ પહોંચી હતી. જ્યાંથી દિપક ઉર્ફે ડીલક્ષ ઠક્કરની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને પ્રત્યાર્પણ મારફતે અહીં લાવવામાં આવ્યો હતો.

આ કૌભાંડ સંદર્ભે માધુપુરા પોલીસ સ્ટેશનમાં જુગારધારાની વિવિધ કલમો, આઈટી એક્ટની કલમો તથા ધી સીક્યુરીટી કોન્ટ્રેક્ટ રેગ્યુલેશન એક્ટ- હેઠલ ગુનો નોંધાયો હતો. આ ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેંટીંગના ગુનાની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલામાં ચાલી રહી હતી.ઉપરોક્ત ગુનામાં અમદાવાદ શહેરના વેજલપુર ખાતે આવેલ પી.એન.ટી.સી. કોમ્પલેક્ષના 11 મા માળે વી.વી.આઈ.પી. સોફ્ટવેર નામની ઓફીસ ધરાવી શેરબજારના ડબ્બા ટ્રેડીંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ સારૂૂ વેલોસીટી સર્વરમાં મેટા ટ્રેડર એપ્લીકેશનનો ઉપયોગ કરી, શેરબજારના ડબ્બા ટ્રેડીંગનું આઈ.ડી. લઈ, બિનઅધિકૃત રીતે શેરબજારના સોદાઓ કરનારા મુખ્ય આરોપી દિપક ઉર્ફે ડીલક્ષ ધીરજલાલ ઠક્કર, રહે. અંબિકાનગર સોસાયટી, ભાભર, તા.ભાભર, જિ. બનાસ કાંઠા, હાલ રહે.દુબઈ જે ઉપરોક્ત ગુનામાં તેની ધરપકડથી બચવા સારૂૂ નાસતો-ફરતો હોય, નામદાર કોર્ટમાંથી તેનું ઈછઙઈ કલમ-70 મુજબનું વોરંટ મેળવવામાં આવેલ હતું. ત્યારબાદ, ઉપરોક્ત આરોપી તેના પાસપોર્ટ નં-ઙ7436711 આધારે વિદેશ જતો રહેલ હોવાની માહિતી પોલીસને મળી હતી.

જેને આધારે તેના વિરૂૂધ્ધ તા.12/07/2023ના રોજ લુક આઉટ સર્ક્યુલર પ્રસિધ્ધ કરવામાં આવેલ. ત્યારબાદ, ભારત સરકારના ઈન્ટરપોલને કરેલ દરખાસ્ત આધારે તા.15/12/2023 ના રોજ ઈન્ટરપોલ દ્રારા તેની વિરૂૂધ્ધ રેડ કોર્નર નોટીસ ઈસ્યુ કરવામાં આવી હતી.

ઈસ્યુ કરાયેલ રેડ કોર્નર નોટીસને આધારે યુનાઈટેડ આરબ એમીરાત પોલીસ દ્રારા તા.13/03/2024ના રોજ આરોપી દિપક ઉર્ફે ડીલક્ષ ઠક્કરની ધરપકડ કરવામાં આવેલ અને તેની પ્રત્યાર્પણ દરખાસ્ત યુએઈમને મોકલી આપવા જણાવતાં, અત્રેથી ગુજરાત સરકાર ના ગ્રુહ વિભાગ મારફતે ભારત સરકાર ના ગ્રુહ મંત્રાલય તેમજ વિદેશ મંત્રાલય, ન્યુ દિલ્હી મારફતે યુનાઈટેડ આરબ એમીરાતને તા.25/06/2024ના રોજ પ્રત્યાર્પણ દરખાસ્ત મોકલી આપવામાં આવી હતી. જે દરખાસ્તને આધારે પ્રત્યાર્પણ ની મંજુરી આપવામાં આવી હતી. જે આધારે આરોપીનો કબ્જો મેળવવા સિક્યુરીટી મિશન/એસ્કોર્ટ ટીમ દુબઈ ખાતે મોકલી આપવાનો પત્ર તા.08/08/2024ના રોજ મળતાં, તા.27/08/2024ના રોજ નાયબ પોલીસ મહાનિરીક્ષક, નાયબ પોલીસ અધિક્ષકશ્રી તથા પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી, સ્ટેટ મોનીટરીંગ સેલની એસ્કોર્ટ ટીમ દુબઈ ખાતે જઈ સદર આરોપીનો કબ્જો મેળવી, સ્ટેટ મોનીટરીંગ સેલની કચેરી, ગાંધીનગર ખાતે લાવી, ઉપરોક્ત ગુનાના કામે આજરોજ તા.01/09/2024ના કલાક 12/30 વાગે ધોરણસર અટક કરવામાં આવી હત

ઉપરોક્ત આરોપી પાસેથી તેનો જુનો પાસપોર્ટ નં-ઙ7436711, નવો પાસપોર્ટ નં-ણ6486064, યુનાઈટેડ આરબ એમીરાતના 1,980/- દિરામ તથા મોટું રાઈટીંગ પેડ જેમાં ધાર્મિક લખાણ લખેલ છે જ્યારે નાની પોકેટ ડાયરી જેમાં વિવિધ વ્યક્તિઓના નામ તથા મોબાઈલ નંબરો વિગેરે લખાણ લખેલ છે તે કબ્જે કરવામાં આવ્યા હતા.

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE