September 21, 2024 6:04 am

રખડતા ઢોર, ટ્રાફિક અને દબાણ મુદ્દે હેલ્પલાઇન નંબર જાહેર કરો: હાઇકોર્ટ

રખડતા ઢોર, બિસ્માર રસ્તાઓ, માર્ગો-ફુટપાથ પર ગેરકાયદે પાકગ-દબાણો મુદ્દે હાઇકોર્ટના વારંવારના હુકમોનું પાલન નહી થતાં થયેલી ક્ધટેમ્પ્ટ પિટિશનની સુનાવણીમાં આજે રાજયના ગૃહ વિભાગના એડિશનલ ચીફ્ સેક્રેટરી એમ.કે.દાસ અને શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી અશ્વિનીકુમારને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રૂૂબરૂૂ હાજર રહેવાની ફરજ પડી હતી.

જસ્ટિસ એ.વાય.કોગજેની ખંડપીઠે બંને સચિવ કક્ષાના ઉચ્ચ અધિકારીઓને રાજય સરકાર, ટ્રાફ્કિ વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ ઓથોરીટીની નિષ્કાળજી અને ફરજમાં બેદરકારી પરત્વે વાકેફ્ કરી નાગરિકોની આ તમામ ફરિયાદો માટે એક રાજયવ્યાપી હેલ્પલાઇન નંબર અને વેબસાઇટ બનાવવા સૂચન કર્યું છે. સાથોસાથ એવી પણ ટકોર કરી હતી કે, જો સરકાર કામ કરે તો શહેરમાં ટ્રાફિક, પાર્કિંગની સમસ્યાનું નિરાકરણ આવી જ જાય.

ખંડપીઠે યોગ્ય પ્લાનીંગ સાથે વિકાસ કરવા અને નાગિરકોને હાલાકીની ફરિયાદ ના રહે તે પ્રકારે ઉપરોકત સમસ્યાઓનું કાયમી નિરાકરણ લવાય તે જોવા હાજર સરકારના બંને ઉચ્ચ અધિકારીઓને તાકીદ કરી હતી. હાઈકોર્ટે સરકારના કોર્ટ રૂૂબરૂૂ હાજર રહેલા બંને ઉચ્ચ અધિકારીઓને ખ્યાલ આપ્યો હતો કે, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ટ્રાફ્કિની જટિલ સમસ્યા, જાહેર રસ્તાઓ અને ફુટપાથ પર ગેરકાયદે પાર્કિંગ, રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ સહિતના અનેક મુદ્દાઓ પર ગુજરાત હાઇકોર્ટે વર્ષ 2018 પછી લગભગ 60 જેટલા હુકમો કર્યા હોવાછતાં પરિસ્થિતિમાં કોઇ જ સુધારો આવ્યો નથી અને તમારા સરકારના, ટ્રાફ્કિ વિભાગના, અમ્યુકોના કે પોલીસ ઓથોરીટીના સત્તાવાળાઓ દ્વારા કોઇ જ પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી નથી. છ વર્ષ સુધી કંઇ થયુ નથી, તેથી હવે છ વર્ષ બાદ સોલ્યુશન નહી, અમલીકરણ જ કરવાનું હોય.

હાઇકોર્ટે બહુ માર્મિક ટકોર કરી હતી કે, કોર્ટમાં આ ક્ધટેમ્પ્ટ કેસમાં અત્યારે શું ચાલી રહ્યું છે અને કોર્ટને સત્તાવાળાઓ પાસે શું અપેક્ષા છે…? તે જણાવવા માટે આ બંને અધિકારીઓને કોર્ટ રૂૂબરૂૂ બોલાવાયા છે. ખંડપીઠે સરકારને બહુ મહત્ત્વની સીધી પૃચ્છા કરી હતી કે, ગેરકાયદે પાર્કિંગ, ટ્રાફ્કિ, બિસ્માર રસ્તાઓ, ખાડા-ભુવાઓ, રખડતા ઢોરોના ત્રાસ સહિતની સમસ્યાઓ મુદ્દે સમગ્ર રાજયમાં એક હેલ્પલાઇન નંબર અને વેબસાઇટ હોવા જોઇએ, જેની પર નાગરિકો ગમે ત્યારે ફરિયાદ કરી શકે અને સત્તાવાળાઓ તેનો તરત જવાબ આપી તાત્કાલિક નિરાકરણ કરે. કોર્ટની આ પૃચ્છાના પ્રત્યુત્તરમાં સરકારપક્ષ તરફ્થી જણાવાયું કે, આવી હેલ્પલાઇન કે વેબસાઇટ તૈયાર કરવામાં દસેક દિવસ લાગે.

જસ્ટિસ એ.વાય.કોગજેની ખંડપીઠે સરકારને સવાલ કર્યો હતો કે વિકસિત રાષ્ટ્રો અને આપણાં ત્યાં રોડ-રસ્તા બનાવવાનો ખર્ચ કેટલો…?? સરકારે એકરાર કર્યો હતો કે, થોડા વરસાદમાં પણ રોડની સરફ્ેસ ઘસાઇ જાય કે ધોવાઇ જાય છે. જેથી હાઇકોર્ટે જણાવ્યું કે, દર વર્ષે ગુજરાતમાં આવું થયા કરે છે. લોકોના ઘરની બહાર રોડ બને તે, રોડ તેમના ઘરના લેવલથી ઉપર બને અને તેથી વરસાદી પાણી ભરાય ત્યારે પાણી તેમના ઘરોમાં ઘૂસે છે એવી લોકોની ફરિયાદ છે.

48 કલાકમાં પડેલા વરસાદે બધી પોલ ખોલી દીધી છે: કોર્ટ
ખંડપીઠે સરકાર અને અમ્યુકો સત્તાધીશોને રોકડુ પરખાવ્યુ હતું કે, અમદાવાદમાં 24થી 48 કલાકમાં પડેલા 11 ઈંચ વરસાદમાં બધુ સ્પષ્ટ થઇ ગયુ છે(એટલે કે, તમામ વિસ્તારોમાં જળબંબાકાર અને ઉંડા ભરાયેલા વરસાદી પાણી વચ્ચે સત્તાવાળાઓની પોલ ખુલી ગઇ છે), અગાઉ પણ ગુજરાતમાં આવો વરસાદ પડયો જ છે. તમે યોગ્ય પ્લાનીંગ કરો છો કે કેમ તે પણ શંકા છે..? માત્ર ચાર ઇઁચ વરસાદમાં પણ નાગરિકો ભયંકર હાલાકીમાં મૂકાઇ જાય છે.

જૂના વિસ્તારમાં પાણી ભરાતું નથી, તમારા પ્લાનિંગમાં ખામી છે
સરકાર અને સત્તાવાળાઓનું ખાસ ધ્યાન દોર્યું હતું કે, તમારા પ્લાનીંગમાં હજુ ખામી છે. ખાસ કરીને શહેરના કોટ વિસ્તારમાં પાણી ભરાવાની બહુ સમસ્યા દેખાતી નથી. વડોદરામાં પણ જૂના વિસ્તારમાં બહુ તકલીફ્ જણાઇ નથી. જૂના વિસ્તારોમાં પાણી ભરાતુ નથી. રોડ-રસ્તાઓની કાળજીને લઇ હાઇકોર્ટે ટકોર કરી કે, બીટુમીંન અને પાણી એકબીજાના દુશ્મન એટલે વિકસિત રાષ્ટ્રોની જેમ હવે સિમેન્ટ-કોંક્રીટ (આરસીસી)ના રોડ બની રહ્યા છે

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE