રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જિલ્લામાં ભારે વરસાદની આગાહી તરણેતરનો મેળો પણ રદ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજા અનરાધાર બેટિંગ કરી રહ્યા છે. જ્યારે આજે વહેલી સવારથી રાજ્યમાં 90 તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના વરસાદના આંકડાની વાત કરવામાં આવે તો, સવારે 10 વાગ્યા સુધીમાં ચુડામાં 1.2 ઈંચ, ચોટીલામાં 1 ઈંચ, લીંબડીમાં 16 મી.મી અને સાયલામાં 5 મી.મી વરસાદથી સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જિલ્લામાં 24 કલાકમાં વરસાદના આંકડા
સમગ્ર રાજ્યમાં હાલમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 238 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલામાં 20 મી.મી, સાયલામાં 18 મી.મી, થાનગઢમાં 14 મી.મી, ચુડામાં 12 મી.મી, દસાડામાં 10 મી.મી, ધાંગધ્રામાં 8 મી.મી, મુળીમાં 5 મી.મી, લખતરમાં 5 મી.મી અને વઢવાણમાં 5 મીમી વરસાદ ખાબક્યો હતો.