ગુજરાતમાં આજે સવારથી ધોધમાર વરસાદ અનેક જિલ્લાઓમાં વરસી રહ્યો છે. ખાસ કરીને હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. આજે સવારથી કચ્છમાં ભારે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સવારે 10 વાગ્યા સુધીમાં 90 તાલુકામાં મેઘ મહેર થઇ છે. જેમાં કચ્છના માંડવીમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
11 તાલુકામાં 1થી 4.3 ઇંચ સુધી વરસાદ
આજે સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 11 તાલુકામાં 1થી 4.3 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. જેમાં કચ્છના માંડવીમાં 4.3 ઇંચ અને મુંદ્રામાં 3.7 ઇંચ, દ્વારકામાં 1.9, અંજારમાં 1.7, લોધીકામાં 1.6, ભચાઉમાં 1.2, ચુડામાં 1.2, ગાંધીધામમાં 1.1, ભુજમાં 1.1, અબડાસામાં 1.1 અને ચોટીલામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે.
57 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ
રાજ્યના 57 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ સવારે 10 વાગ્યા સુધી નોંધાયો છે. જેમાં ખંભાળિયામાં 17 મિ.મી., લીબડીમાં 16 મિ.મી., કોટડા સાંગાણીમાં 15, નખત્રાણામાં 13, જોડિયામાં 13, જામજોધપુરમાં 12, વિસાવદરમાં 12, લખપતમાં 11, રાપરમાં 10 મિ.મી. વરસાદ નોંધાયો છે.