સોશિયલ મીડિયામાં વાઇરલ પોસ્ટથી ચર્ચા
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હોવાના અહેવાલો સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર એક રસપ્રદ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી વાયરલ થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કેએલ રાહુલે પોતે ક્રિકેટને અલવિદા કહી દીધું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેએલ રાહુલે પ્રોફેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. જો કે કેએલ રાહુલના સત્તાવાર સોશિયલ મીડિયા પર નિવૃત્તિ સંબંધિત કોઈ જાહેરાત કરવામાં આવી નથી. કેએલ રાહુલે તાજેતરમાં જ ભારતીય વનડે ટીમમાં જગ્યા બનાવી છે. કેએલ રાહુલને શ્રીલંકા પ્રવાસ દરમિયાન ઓડીઆઇ ટીમમાં જગ્યા મળી હતી. આશા છે કે તે ટૂંક સમયમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ રમતા જોવા મળશે. કેએલ રાહુલના નામની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Post Views: 86