જાફરાબાદ જેટીથી દરિયામા 10 નોટીકલ માઇલ દુર માછીમારી કરવા ગયેલો એક યુવક બોટમાથી દરિયામા પડી જતા ડૂબી જવાથી તેનુ મોત નિપજયું હતું.
અહીના સામાકાંઠા વિસ્તારમા રહેતા જીતેનભાઇ બાબુભાઇ સોલંકી (ઉ.વ.38) નામનો યુવક ગઇકાલે અષ્ટવિનાયક નામની બોટમા જાફરાબાદ જેટીથી દરિયામા 10 નોટીકલ માઇલ દુર મચ્છીમારી કરવા માટે ગયો હતો.
આ દરમિયાન બોટમાથી યુવકનો પગ લપસી જતા તે દરિયામા પડી ગયો હતો. જો કે સાથે રહેલા ખલાસીઓએ તેને બહાર કાઢી જાફરાબાદ સરકારી દવાખાને સારવાર માટે ખસેડયો હતો. જો કે અહી ફરજ પરના તબીબે તપાસી તેનુ ડૂબી જવાથી શ્વાસ રૂૂધાઇ જતા મોત થયાનુ જણાવ્યું હતુ. બનાવ અંગે બાબુભાઇ રત્નાભાઇ સોલંકીએ જાફરાબાદ મરીન પોલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એ.આર.ઝાલા ચલાવી રહ્યાં છે.
Post Views: 66