April 3, 2025 12:59 pm

ગાંધીનગરમાં શિક્ષકોનું વિરોધ પ્રદર્શન, જૂની પેન્શન યોજના અંગે મંત્રી ઋષિકેશે શું આપ્યુ નિવેદન

આજથી ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રની શરૂઆત થઇ રહી છે, આ સત્ર શરૂ થાય તે પહેલા જ રાજ્યમાં શિક્ષકો વિરોદમાં ઉતર્યા છે. શિક્ષકો અને સરકાર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી જુની માંગો અને પડતર પ્રશ્નોને લઇને તકરાર ચાલી રહી છે. જૂની પેન્શન યોજનાને લઇને રાજ્યભરના શિક્ષકોએ વિધાનસભાનો ઘેરવ કરવાનું શરૂ કરી દીધુ છે. મોટા પ્રમાણમાં શિક્ષકો ગાંધીનગરમાં એકઠા થયા છે અને સરકાર સામે વિરોધ કરી રહ્યાં છે. જોકે, હવે આ અંગે સરકારનો પક્ષ પણ સામે આવ્યો છે.

જૂની પેશન યોજનાને લઈ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યુ છે. ગાંધીનગરમાં થઇ રહેલા શિક્ષકોના વિરોધ અને જૂની પેન્શન યોજના અંગે તેમને કહ્યું કે હાલ જૂની પેન્શન યોજના અંગે કોઈ બાબત વિચારણા હેઠળ નથી.

ગાંધીનગરમાં શિક્ષકો જૂની પેન્શન યોજના અંગે પૉસ્ટર અને માર્ગદર્શિકા વાયરલ કરીને વિરોધ નોંધાવી રહ્યાં છે. આંદોલન કરવા માટે શિક્ષકોને જોડાવા અપીલ કરતું સાહિત્ય વાયરલ થઇ રહ્યું છે. કોઈપણ સંગઠન કે વ્યક્તિના નામ વગરનું આ સાહિત્ય વાયરલ થયુ છે. વિધાનસભાના સત્ર દરમિયાન માનવ સાંકળ રચનો ઉલ્લેખ કરાયો છે. ત્રણ દિવસ સ્વયંભૂ આંદોલન કરવાની પત્રિકા વાયરલ થઇ છે. સત્રમાં જૂની પેન્શન યોજના અંગે ઠરાવ ના થાય તો અનશનનો પણ આ પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શિક્ષકોને વિધાનસભા જતા પોલીસ દ્વારા હાલ રોકવામાં આવ્યા છે, જોકે, શિક્ષકોની વિધાનસભા કૂચ યથાવત છે. રાજ્ય સરકારના મંત્રીઓની કમિટીએ 2022ની ચટણી અગાઉ નિર્ણય કર્યો હતો. 2005 પહેલા જોડાયેલા સિક્ષાઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની વાત કરી હતી. છેલ્લા 2 વર્ષથી સરકાર ઠરાવ કરતી નથી. સરકાર ઠરાવ નહીં કરે ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડવાની શિક્ષકોએ ઉચ્ચારી ચિમકી છે.

આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર

ગુજરાત વિધાસસભામાં આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થશે જે આગામી ત્રણ દિવસના સુધી ચાલશે. આ ચોમાસું સત્રમાં સરકાર 5 વિધેયક રજૂ કરશે. બપોરે 12 વાગે ટુંકી મુદ્દતના 5 પ્રશ્નોથી ગૃહની કાર્યવાહી શરૂ થશે. આ સત્રમાં સરકાર તરફથી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવતો એક સંકલ્પ રજૂ કરાશે. આ સંકલ્પ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમાં રજૂ કરશે. મળતી માહિતી અનુસાર આ સત્રમાં માનવ બલિ-કાળા જાદૂ અટાકાવવા વિધયેક લાવવામાં આવશે. ઉપરાંત તારાંકિત પ્રશ્નોત્તરી કાળના બદલે ટૂંકી મુદ્દતમાં પ્રશ્નો પર પણ ચર્ચા કરવામાં આવનારી છે. અંધશ્રદ્ધા વિરોધી કાયદો ઘડવો એ અંગેનું એક વિધેયક રજૂ કરાશે, જેને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રજૂ કરશે.

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE