સ્ત્રી 2 એ કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. જેમાં ફિલ્મે એક અઠવાડિયામાં 205 કરોડની કમાણી કરી હતી. ત્યારે હાલ સ્ત્રી 2 નો ક્રેઝ લોકોમાં ખુબ જોવા મળ્યો હતો.
31.84 ટકાની ખોટ
શ્રદ્ધા કપૂર અને રાજ કુમાર રાવની ફિલ્મ સ્ત્રી 2 એ 6 માં દિવસે 25 કરોડનું કલેક્શન કર્યુ હતુ. જે આ ફિલ્મનું સૌથી ઓછું કલેક્શન હતું. કમાણીમાં 31.84 ટકાની ખોટ જોવા મળી હતી. જોકે આ સાથે ફિલ્મને લઇને સારા સમાચાર પણ છે. જેમાં સ્ત્રી 2 એ અત્યાર સુધીમાં 250 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. જોકે સ્ત્રી 2 ના 6 માં દિવસના ઓફિશિયલ આંકડાઓ હજી સુધી બહાર આવ્યા નથી. પરંતુ ફિલ્મ 25 કરોડ કમાઇ હશે તો તેનું ટોટલ કલેક્શન 254.55 કરોડ થઇ ગયું છે.
સ્ટ્રી 2 ડે વાઈસ કલેક્શન
પ્રીવ્યૂ અને ઓપનિંગ ડે સહિત મૂવીનું કુલ નેટ કલેક્શન રૂ. 60.3 કરોડ હતું. ફિલ્મે બીજા દિવસે 31.4 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 43.85 કરોડ રૂપિયા, ચોથા દિવસે 55.9 કરોડ રૂપિયા અને પાંચમાં દિવસે 38.1 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું.
2018ની ફિલ્મની સિક્વલ
આ ફિલ્મ અમર કૌશિકે બનાવી છે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના, અભિષેક બેનર્જી જેવા સ્ટાર્સ છે. આ 2018ની ફિલ્મની સિક્વલ છે. સ્ત્રીને પણ ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી અને હવે તેઓ સ્ત્રી 2 પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.