કોલકાતા રેપ મર્ડર કેસે સમગ્ર દેશના લોકોમાં આક્રોશ ફેલાવી દીધો છે. સામાન્ય માણસથી લઈને સેલેબ્સ સુધી આ મામલે ન્યાયની માગ કરી રહ્યાં છે અને આરોપીઓ વિરુદ્ધ આકરી સજાની માગ કરી રહ્યાં છે. આ દરમિયાન ફેમસ એક્ટ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસની પૂર્વ સાંસદ મિમી ચક્રવર્તીએ મંગળવારે કોલકાતા રેપ કેસને લઈને એક પોસ્ટ શેર કરી હતી. તેની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તો એક્ટ્રેસને રેપની ધમકીઓ મળવાની શરૂ થઈ ગઈ છે. આ સિવાય તેના ફોન પર સતત અશ્લીલ મેસેજ આવવાના શરૂ થઈ ગયા છે. મિમી ચક્રવર્તીએ આ બાબતે માહિતી કોલકાતા પોલીસને આપી છે. સાથે જ પોલીસના સાઈબર સેલ ડિપાર્ટમેન્ટને ટેગ કર્યું છે.
પૂર્વ સાંસદ મિમી ચક્રવર્તીએ રેપની ધમકી મળ્યા બાદ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતાં લખ્યું, ‘અને આપણે મહિલાઓ માટે ન્યાયની માગ કરી રહ્યાં છીએ? આ તેમાંથી જ અમુક છે. આમાં રેપની ધમકીઓને નોર્મલ બનાવી દેવામાં આવે છે. જેમનું કહેવું છે કે તે મહિલાઓની સાથે ઊભા છે. મને જણાવો કે કયો ઉછેર અને શિક્ષણ આવું કરવાની પરવાનગી આપે છે. આ સાથે જ એક્ટ્રેસે ધમકીઓના સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યાં છે.

વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો
મિમી ચક્રવર્તીએ કોલકાતા રેપ કેસ અને મર્ડર મામલે થઈ રહેલા એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તેના સિવાય મધુમિતા સરકાર, ઋદ્ધિ સેન અને અરિંદમ સિલ પણ આ પ્રોટેસ્ટનો ભાગ બન્યા હતાં અને ડોક્ટરના રેપ અને હત્યા મામલે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. 14 ઓગસ્ટે આંદોલનકારી આરજી કર મેડિકલ કોલેજની બહાર એકઠા થયા હતાં જ્યાં તેમણે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પૂર્વ પ્રિન્સિપાલ વિરુદ્ધ નિશાન સાધ્યું
ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ મિમી ચક્રવર્તી વર્ષ 2019 થી 2024 સુધી જાદવપુર લોકસભા મતવિસ્તારથી સાંસદ રહી છે. તેણે પશ્ચિમ બંગાળ અને આરજી કર મેડીકલ કોલેજ અને હોસ્પિટલની બહાર અન્ય મહિલાઓની સાથે મળીને 31 વર્ષીય ડોક્ટરના રેપ અને હત્યા મામલે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ્સ અનુસાર પશ્ચિમ બંગાળ સરકારે આરજી કર મેડીકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ વિરુદ્ધ કેસ નોંધીને ખાતાકીય તપાસ શરૂ કરી દીધી છે. તપાસમાં હાલ સંદીપ ઘોષની અમુક ઠેકેદારો સાથે મિલીભગત બહાર આવી છે.