તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાઓએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને કેટલીક વેબસાઈટ પર શોની સામગ્રીનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મેકર્સે હાલમાં જ આને રોકવા માટે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાઓએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી અને તે યુટ્યુબ ચેનલો, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે પગલાં લેવા કહ્યું જે શોના વીડિયો અને ડાયલોગનો દુરુપયોગ કરી રહ્યા છે. 14 ઓગસ્ટે જસ્ટિસ મિની પુષ્કરને આ આદેશ આપ્યો છે કે અઈં ફોટો અને એનિમેટેડ વીડિયો મેકર્સ સિવાય કોઈ પણ શોના ક્ધટેન્ટના કેરેક્ટરની નકલ કરી શકશે નહીં. પીટીઆઈ અનુસાર, આ અરજી પર સુનાવણી કર્યા પછી, કોર્ટે આદેશમાં કહ્યું કે કોઈ પણ વ્યક્તિ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સામગ્રી અને ડાયલોગને કોઈપણ રીતે હોસ્ટ, સ્ટ્રીમિંગ, બ્રોડકાસ્ટ અને પ્રેઝનટેશન કરી શકે નહીં. કારણ કે તે કોપીરાઈટ નિયમોનું ઉલ્લંઘન અને રજિસ્ટર્ડ ટ્રેડમાર્કનું ઉલ્લંઘન ગણવામાં આવશે.