April 2, 2025 1:47 pm

કરીના કપૂરની સસ્પેન્સ અને થ્રીલરથી ભરપૂર ફિલ્મ ‘ધ બકિંઘમ મર્ડર્સ’નું ટીઝર રિલીઝ

કરીના કપૂર ખાન, એકતા આર કપૂર અને હંસલ મહેતાની આગામી ફિલ્મ ‘ધ બકિંઘમ મર્ડર્સ’ (The Buckingham Murders) માટે ફરી એક વખત સાથે આવ્યા છે. આ નવી ફિલ્મનું ટીઝર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે જેને દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે, જે હંસલ મહેતાની વાર્તા કહેવાની કુશળતાનો નવો ખૂણો દર્શાવે છે. હંસલ મહેતા, જે તેમની જુદી-જુદી સ્કીલ્સ અને તેમના કામ માટે જાણીતા છે, તેઓ હવે આકર્ષક સ્ટોરી સાથે સસ્પેન્સ થ્રિલરથી ભરપૂર દુનિયા બાબતે દર્શકોને ફિલ્મની દુનિયાની અધભૂત સફર કરાવવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં કરીના કપૂર ખાનનો રોલ તેણે કરેલી બાકીની ફિલ્મો કરતાં ખૂબ જ જુદો રહેવાનો છે. ફિલ્મના ટીઝર પરથી એવું સમજાય છે કે કરીનાનું પરફોર્મન્સ જોરદાર અને રોમાંચક રહેવાનું છે, જે દર્શકોને એકદમ જુદો જ અનુભવ કરાવશે.

‘ધ બકિંઘમ મર્ડર્સ’ ફિલ્મ માટે એકતા કપૂરનું સમર્થન વિવિધ અને આકર્ષક સ્ક્રિપ્ટો પસંદ કરવામાં તેની કુશળતાને દર્શાવે છે. આ રીતે, પ્રેક્ષકોને એકદમ યુનિક કન્ટેન્ટ આપવાની તેની ક્ષમતા ફરી એકવાર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. કરીના કપૂર ખાનના (The Buckingham Murders) આકર્ષક પોસ્ટર રિલીઝ થયા બાદ ફિલ્મના ટીઝરે અને ટ્રેલર દર્શકોમાં ફિલ્મને જોવા માટેની એકસાઈટમેન્ટ વધારી દીધી છે. આ ફિલ્મમાં કરીના કપૂર એક પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળવાની છે, જેથી લોકોમાં તેનો આ એકદમ નવો રોલ જોવા માટે ઉત્સાહ છે. તેથી, તે જોવાનું રસપ્રદ રહેશે કે તે આ રહસ્યમય થ્રિલર ફિલ્મમાં કરીનાએ તેના રોલમાં કેટલી દેપ્થ લાવી છે. `વીરે દી વેડિંગ` અને `ક્રૂ` પછી કરીના કપૂર ખાન અને એકતા આર કપૂર ફરી એકવાર આ ફિલ્મ માટે સાથે આવ્યા છે, જે પોતાનામાં એક રોમાંચક પ્રોજેક્ટ છે.

ફિલ્મના રસપ્રદ ટીઝર સાથે ‘ધ બકિંઘમ મર્ડર્સ’ આ ફિલ્મ લોકોએ જોવી જ જોઈએ એવું કહી શકાય છે. બકિંગહામ મર્ડર્સ 13 સપ્ટેમ્બર 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં કરીના કપૂર ખાન સાથે એશ ટંડન, રણવીર બ્રાર અને કીથ એલન જેવા અનેક પ્રતિભાશાળી એક્ટર્સ છે. આ ફિલ્મને પ્રતિક ગાંધી સ્ટારર વેબ સિરીઝ ‘સ્કેમ 1922’ હંસલ મહેતાએ ડિરેક્ટ (The Buckingham Murders) કરી છે અને અસીમ અરોરા, કશ્યપ કપૂર અને રાઘવ રાજ કક્કરે ફિલ્મની સ્ક્રીપ્ટ લખી છે. આ ફિલ્મ બાલાજી ટેલિફિલ્મ્સ, મહાના ફિલ્મ્સ અને TBM ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મ શોભા કપૂર, એકતા આર કપૂર અને પહેલી વખત કરીના કપૂર ખાન પણ પ્રોડ્યુસર તરીકે જોડાઈ છે, જેથી કરીનાએ બૉલિવૂડમાં હવે એક પ્રોડ્યુસર તરીકે પણ ડેબ્યૂ કર્યું છે જેથી તેના આગામી પ્રોજેકટ શું છે તે જોવા જેવું રહેશે.

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE