શહેરમાં રહેતી 31 વર્ષીય મહિલાની પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી છેલ્લા ચાર વર્ષથી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવતુ હોવાનો ચોંકાવનારો મામલો બહાર આવ્યો છે. પતિએ લોનથી ખરીદેલી રીક્ષામાં જામીનમાંથી નીકળી જવાની ધમકીઓ આપી આરોપીએ મહિલાને બ્લેકમેઇલ કરી શરીર સંબંધ બાંધ્યો હતો. આ દરમિયાન મહિલાના પતિ સાથે છુટાછેડા થયા બાદ પણ આરોપી દ્વારા અવાર નવાર શોષણ કરવામાં આવતુ હતું. ચોંકાવનારો ખુલાસો એ પણ થયો છે કે આરોપી સાથે સંબંધથી મહિલાને ત્રણ વર્ષની દીકરી હોતા તે મહિલાને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવામાં આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે
પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં રહેતી ભોગ બનનાર મહિલાએ બી ડીવીઝન પોલીસ મથકે એરપોર્ટ રોડ પર આવેલા આશાપુરા નગરમાં રહેતા આરોપી સુલતાન નુરમામદ સિદ્દી વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે. ફરિયાદી મહિલાના જણાવ્યા મુજબ આરોપીએ છેલ્લા ચારેક વર્ષથી ધાકધમકી કરી મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સબંધ બાંધ્યો હતો. જે બાદ ફરિયાદીને ધર્મ પરિવર્તન કરવા માટે ધમકી અને ભૂંડી ગાળો બોલી શારીરિક અને માનસિક અત્યાચાર ગુજાર્યો હતો.
સમગ્ર મામલે તપાસ કરનાર ઇન્ચાર્જ પીઆઈ બી.એન. મોઢવાડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ભોગ બનનાર મહિલાના પતિએ રીક્ષા લીધી હતી જેમાં જામીન બાબતે આરોપી સંપર્કમાં આવ્યો હતો. આરોપીએ જામીનમાંથી નીકળી જવાની ધમકી આપી મહિલાને શિકાર બનાવી હતી. દરમિયાન
ફરિયાદી મહિલાના તેના પતિ સાથે છુટાછેડા થઇ ગયા હતા અને તે બાદ આરોપીએ અવારનવાર શરીર સબંધ બાંધી શોષણ કર્યું હતું. હાલ પોલીસે આરોપીની અટકાયત કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
છેલ્લા ચારેક વર્ષથી આરોપીએ ધાકધમકી કરી શરીર સંબંધ રાખતા ભોગ બનનાર મહિલા ગર્ભવતી થઇ હતી. જોકે આરોપીએ આ સમયે પણ મહિલા સાથે શરીર સંબંધ બાંધી શારીરિક શોષણ કર્યું હતું.અને શારીરિક-માનસિક અત્યાચાર ગુજાર્યો હતો.