ગોંડલ શહેર નજીક નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, વહેલી સવારે નેશનલ હાઇવે પર આવેલ દેવ સ્ટીલ પાસે બોલેરો કાર અને
સ્વીફ્ટ કાર વચ્ચે સર્જાયો અકસ્માત, અકસ્માતની ઘટનામાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે અને એક યુવાનનું સારવાર દરમ્યાન
મોત નીપજ્યું, રાજકોટ થી ધોરાજી તરફ જતી સ્વીફ્ટ કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર ઠેકી સામેની તરફ આવતી બોલેરો કાર સાથે ધડાકાભેર અથડાઈ અકસ્માતની ઘટના ગોંડલના બે ક્ષત્રિય યુવાનો તેમજ ધોરાજીના બે
યુવાનો સહિત 4 ના મોત.. મૃતક યુવાનોના મૃતદેહને પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ
ખસેડાયા હતા બનાવની જાણ થતાં ચાર એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પોહચી હતી ઘટનાની જાણ થતાં LCB પોલીસ, સીટી પોલીસ ઘટના સ્થળે પોહચી
હતી. અકસ્માતની ઘટનાને લઈને ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
Post Views: 68