કૅપ્ટન પૅટ કમિન્સે ૮ અઠવાડિયાંનો લીધો બ્રેક : નૅથન લાયને ઇંગ્લૅન્ડના સ્પિનર પાસે ટિપ્સ લીધી અને જોશ હેઝલવુડે ૧૦ વર્ષનું અધૂરું સપનું પૂરું કરવાની તૈયારી બતાવી
૨૦૨૪ના નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં શરૂ થનારી બોર્ડર-ગાવસકર ટેસ્ટસિરીઝ પહેલાં કાંગારૂ ક્રિકેટર્સે પોતાનાં નિવેદન અને ઍક્શન દ્વારા માઇન્ડ ગેમ રમવાની શરૂઆત કરી દીધી છે. છેલ્લે ઑસ્ટ્રેલિયા ૨૦૧૪-’૧૫માં ભારત સામે ચાર મૅચની સિરીઝમાં ૨-૦થી જીત્યું હતું, પણ ત્યાર બાદ તેઓએ ચાર ટેસ્ટસિરીઝ ગુમાવી છે. એમાંથી બે સિરીઝ વિરાટ કોહલી (૨૦૧૬-’૧૭, ૨૦૧૮-’૧૯)ના નેતૃત્વમાં, જ્યારે એક-એક અજિંક્ય રહાણે (૨૦૨૧) અને રોહિત શર્મા (૨૦૨૩)ના નેતૃત્વમાં રમાઈ હતી. ત્રણ મહિના પહેલાંધી જ તેઓ ભારતીય ટીમને પડકાર આપી રહ્યા છે.
Post Views: 38