કોંગ્રેસના આગેવાનોએ સીબીઆઇ તપાસની માંગ કરી અને પરિવારોને સરકારી નોકરી આપે, કસુરવારોને ફાંસી આપે તેવી માંગ કરી રાષ્ટ્રપતિને રજુઆત કરવાની વાત કરી
(ભરત શાહ દ્વારા)રાજપીપળા:કેવડીયા એકતા નગરમાં બની રહેલા આદિવાસી મ્યુઝિયમમાં બે આદિવાસી યુવાનોની બાંધકામનું કામ કરતી સત્યમ કંટ્રકશન કંપનીનાં સિક્યુરિટી અને સુપરવાઈઝર સહિતના 6 લોકોએ માર માર્યા, જેને કારણે બંને યુવાનોનું મોત થયું હતું ત્યારે રાજ્યના ભાજપના મંત્રીઓ આવ્યા સાંસદ ધારાસભ્યો આવ્યા, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સાથે રહ્યા બંધનું એલાન આપ્યું અને આ બાબતની જાણ કોંગ્રેસ હાઈ કમાન્ ને થતા ગુજરાત ની મુલાકાતે આવેલા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ આદિવાસી સમિતિના પ્રમુખ શિવાજીરાવ મોગે, કોંગ્રેસ એમ.પી. નાં ધારાસભ્ય ઓમકાર સિંહ ગુજરાત વિધાનસભા નાં પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા, પૂર્વ ધારાસભ્ય પી.ડી. વસાવા, કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલ પ્રદેશ આદિજાતિ ઉપ પ્રમુખ રણજિત તડવી (મહાકાળી) સાથે સ્થાનિક આગેવાનો કેવડિયા ગામના પીડીત પરિવાર અને ગભાણા ગામ ના પીડીત પરિવારની મુલાકાત લઈ તેમને સાંત્વના આપી હતી અને તેમને ન્યાય માટે રાષ્ટ્રપતિ ને રજુઆત કરશે કહી આં ઘટનાને વખોડી કાઢી હતી. આ સાથે એક પ્રેસ કોન્ફરન્સ કરી ને પરિવાર ને હજુ આર્થિક સહાય મળે નવું મકાન મળે અને પરિવારના સભ્યો ને સરકારી નોકરી મળે એવી માંગ કરી કસૂરવારોને ફાંસીની સજા થાય આં કેસની ગુજરાત પોલીસ નહિ પણ સીબીઆઇ તપાસ કરે એવી માંગ કરી હતી
– વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે અમે કોંગ્રેસ અને અમારા નેતાઓ રણજીત તડવી, હરેશ વાળંદ, શરૂઆતથી પરિવાર સાથે રહ્યા છે.જયારે શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ હતો ત્યારે પણ અમે બધા આવ્યા હતા પણ અમને કેવડિયા પોલીસે આવવા દીધા નહિ. જેથી કોંગ્રેસ કયારે રાજનીતિ નથી કરતુ પરિવાર પ્રત્યે આદિવાસી સમાજ પ્રત્યે અમને લાગણી છે અને તેમને ન્યાય અપાવવા અમે આ આંદોલન કરી રહ્યા છે, ભાજપ ના રાજમાં આદિવાસીઓ સાથે બહુ અન્યાય થાય છે. આગામી દિવસોમાં આવું બીજા પરિવાર સાથે ના થાય એટલે અમે આ પરિવાર ને પડખે રહી ન્યાય માંગીયે છે