કોલકાતાની બનાવના પગલે આજે સવારથી રાજકોટ સહિત ગુજરાત અને દેશભરના જુનિયર તબીબો દ્વારા કોલકત્તાની ઘટનાને લઈને બે મુદતી હડતાલની જાહેરાત કરી છે. જેના પગલે રાજકોટ અને સૌરાષ્ટ્રની સિવિલ હોસ્પિટલમાં મેડીકલ સેવાને તેની અસર પહોંચશે. રાજકોટની મેડિકલ કોલેજમાં એકઠા થયા હતાં. અને કાળાવસ્ત્રો પહેરી ધરણા પ્રદર્શન કર્યુ હતું. જુનિયર તબીબોએ પણ અચોક્કસ મુદત સુધી હડતાલની જાહેરાત કરતાં રાજકોટ સહિત રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં આજથી અનિશ્ચિત સમય સુધી ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રહેશે તેવી જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ઈમરજન્સીમાં આવતા દર્દીઓ માટેની ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવશે એક તરફ તહેવારો અને ચોમાસાની સીઝનના કારણે વધતા જતાં રોગચાળા સમયે જૂનિયર તબિબો દ્વારા અચોક્કસ મુદ્દત સુધી હડતાલની જાહેરાત કરવામાં આવતા દર્દીઓની હાલત કફોડી બની જશે.
જુનિયર ડોક્ટર એસોસિએશનના પ્રમુખ રેસિડેન્ટ ડોક્ટર સંદીપ શર્મા અને ડો. વિશ્ર્વજીત લાવડિયાએ જણાવ્યું હતું કે, જે ઘટના બની અને અગાઉની દુષ્કર્મની ઘટના મામલે આજે અમે રેલી કાઢીને રાજકોટ મેડીકલ કોલેજના 300થી વધુ ડોક્ટર દ્વારા વિરોધ નોધવ્યો છે. ઓલ ઈન્ડિયા જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા અચોક્કસ મુદત સુધી હડતાલનો નિર્ણય કરવામાં આવ્યો છે ઉપરાંત કોલકત્તાના હોસ્પિટલમાં ડોક્ટર ઉપર હુમલો થયો તેનો સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રહેશે. માત્ર ઇમરજન્સી સર્વિસ જ ચાલુ રાખવામાં આવશે. જ્યાં સુધી કોલકાતાના મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને જવાબ ના મળે ત્યાં સુધી અનિશ્ચિત સમય સુધી સેવા બંધ રાખવામાં આવશે.
આ ઉપરાંત રાજકોટની પીડીયુ હોસ્પિટલમાં ફરજ બજાવતા ઈન્ટર્ન, જુનીયર અને વરિષ્ઠ નિવાસી ડોકટરોએ આજથી ઓપીડી અને વોર્ડ સહિતની તમામ બિન-ઇમરજન્સી તબીબી સેવાઓથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે અને કડક ન્યાય અને કડક પગલાંની માંગણી કરી છે. જ્યા સુધી પશ્ચિમ બંગાળના ડોક્ટર્સ એસોસિએશનની તમામ માંગણીઓ જવાબદાર સત્તાવાળાઓ દ્વારા પૂર્ણ કરવામાં ન આવે ત્યાં સુધી તમામ ગુજરાત જૂનિયર ડોક્ટર એસોસીએશને મહત્તમ સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના 300થી વધુ જુનિયર ડોક્ટરો આજથી કાળા વસ્ત્રો પહેંરી વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા છે. જને પગલે ઈમરજન્સી સિવાયની તમામ સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. રાજકોટ જ નહીં ગુજરાત અને દેશભરના જૂનિયર તબીબોએ આ હડતાલને સમર્થન આપ્યું છે અને દેશભરની નાની મોટી તમામ સરકારી હોસ્પિટલના તમામ જૂનિયર તબીબો આ હડતાલમાં જોડાયા છે. જેને પગલે ભારતભરના સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.
રાજકોટની મેડીકલ કોલેજમાં જૂનિયર તબીબો આજે સવારથી જ હડતાલ ઉપર ઉતર્યા હતાં અને પોતાની સેવાથી અગળા રહીને વિરોદ્ધ નોંધાવ્યો હતો. આ મામલે સીબીઆઈની તપાસ તેમજ જૂનિયર તબીબો દ્વારા તબીબોને જ્યાં સુધી સરકાર સુરક્ષા બાબતની ખાતરી ન આપે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે તેમ જુનિયર તબીબ એસોસીએશને નક્કી કર્યુ છે.