November 14, 2024 10:29 am

ગુજરાતમાં સરકારી શાળાઓમાં પ્રવેશ કરવાનો ક્રેઝ વધ્યો, 2024-25માં 2 લાખથી વધુ વિદ્યાર્થીઓએ મેળવ્યું એડમિશન

 ગુજરાતમાં સરકારી શાળાઓની વિશેષ સિદ્ધિ સામે આવી છે. વાસ્તવમાં રાજ્યમાં વર્ષ 2024-25માં બાલવાટિકાથી ધોરણ-12 સુધી 2.29 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. આ સાથે વર્ષ 2024-25માં અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી વધુ કુલ 37 હજાર તેમજ બનાસકાંઠા જિલ્લામાં 10 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો છે.

PM મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં શિક્ષણના સ્તરની ઉત્તરોત્તર વૃદ્ધિ અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અનેકવિધ નવી પહેલ શરૂ કરી છે. આ પહેલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના નેતૃત્વમાં ગુજરાતના વાલીઓ પોતાના બાળકોનું ભાવી ઘડવા રાજ્ય સરકારની શિક્ષણ પદ્ધતિ પર વધુને વધુ વિશ્વાસ મુકી રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપે રાજ્યમાં વર્ષ 2024-25 માં બાલવાટિકાથી ધોરણ-12 સુધી કુલ 2,29,747 વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.

આંકડા પર નજર કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી વધુ કુલ 37,786 વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે, જ્યારે સુરત મહાનગરપાલિકાના કુલ 22,892 વિદ્યાર્થીઓ, વડોદરા મહાનગરપાલિકામાં કુલ 10,602 વિદ્યાર્થીઓ અને રાજકોટ મહાનગરપાલિકામાં કુલ 6,204 વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 10,228 વિદ્યાર્થીઓ, મહેસાણામાં 8,267 વિદ્યાર્થીઓ, ભાવનગરમાં કુલ 8,242 વિદ્યાર્થીઓ, જૂનાગઢમાં 7,892 વિદ્યાર્થીઓ, આણંદમાં 7,269 વિદ્યાર્થીઓ, અમદાવાદ ગ્રામીણમાં કુલ 6,910 વિદ્યાર્થીઓ, રાજકોટમાં કુલ 6,881 વિદ્યાર્થીઓ, ગાંધીનગરમાં 6,811 વિદ્યાર્થીઓ, કચ્છમાં 5,952 વિદ્યાર્થીઓ, ખેડામાં 5,910 વિદ્યાર્થીઓ અને સુરતમાં 5,777 વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. આમ રાજ્યમાં તમામ જિલ્લાઓ, નગરપાલિકાઓ અને ચાર મહાનગરપાલિકામાંથી કુલ 2,29,747 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓની સાપેક્ષે સરકારી શાળામાં પ્રવેશ મેળવવાને પ્રાધાન્ય આપ્યું છે.

રાજ્યની સરકારી શાળાઓ ગુણવત્તાયુકત શિક્ષણ તો આપી જ રહી છે સાથોસાથ પીવાના પાણી, કોમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, રમત-ગમત મેદાન, પોષણયુક્ત મધ્યાહન ભોજન, ગણવેશ, સ્માર્ટ ક્લાસ, ઓરડા, અને સ્વચ્છતા જેવી શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ આજે સરકારી શાળાઓમાં મળી રહી છે. રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓના હિતમાં દર વર્ષે બજેટમાં ઉત્તરોતર વધારો કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ માટે ગત વર્ષ 2023-24 બજેટની જોગવાઈ કરતાં રૂ.11,463 કરોડના વધારા સાથે કુલ રૂ.55,114 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે.

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE