ગુજરાતના નવસારીમાં DGVCL ની મોટી બેદરકારી સામે આવી છે. અહીં પેટ્રોલ પંપ પર કામ કરતી મહિલાએ ઘરમાં માત્ર ચાર પંખા, ટીવી અને ફ્રીજ છે. જેનું DGVCL દ્વારા 20 લાખ રૂપિયાનું વીજળીનું બિલ મોકલતા પરિવારજનો ચિંતા વ્યાપી જવા પામી હતી. તેમજ ઘરના ચારમાંથી ત્રણ સભ્યો કામ પર રહે છે. આમ છતાં મસ મોટું બિલ આવતા પરિવારના સભ્યો ચોંકી ઉઠ્યા હતા.
નવસારીના બીલીમોરા શહેરમાં પેટ્રોલ પંપ પર કામ કરતી મહિલાના ઘરે રૂ.20 લાખનું વીજ બિલ આવ્યું હતું જે સામાન્ય રીતે રૂ.2 થી 2.5 હજાર હતું. આટલું બિલ જોઈને પરિવારના સભ્યો ચોંકી ગયા હતા. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મીટર રીડરે તેમને જૂન-જુલાઈ મહિનાનું વીજ વપરાશનું બિલ આપ્યું હતું, જેમાં 20 લાખ 1 હજાર 902 રૂપિયાની રકમ લખેલી હતી.
Post Views: 109