રાજકોટ શહેર જિલ્લામાં ચાંદીપુરા વાયરસ નિયંત્રણનું નામ લેતો નથી. હાલ રાજકોટ સિવિલમાં ત્રણ ચાંદીપુરાના પોઝિટિવ અને પાંચ શંકાસ્પદ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે પડધરીથી 7 વર્ષની બાળકી તા.20/7 ના રોજ સિવિલમાં દાખલ થઈ હતી. જેને ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યાં બાદ સઘન સારવાર બાદ નેગેટીવ આવતાં ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાથી શંકાસ્પદ અત્યાર સુધીમાં કુલ 20 દર્દી દાખલ થયા હતા. તેમાંથી 5 પોઝિટિવ અને 8 ના નેગેટીવ રીપોર્ટ આવ્યાં હતા. જ્યારે 7 ના સેમ્પલ પૃથુકરણ માટે મોકલવામાં આવ્યા છે. 5 પોઝિટિવ માંથી અગાઉ એક બાળકનું મોત નિપજ્યું હતું.
Post Views: 114