રાજકોટની પંચશીલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસની ઉજવણી નિમિતે ’વૃક્ષ વાવો વરસાદ લાવો’ કાર્યક્રમ અંતર્ગત આસપાસના વિસ્તારોમાં જઈ “એક વૃક્ષ અપલોડ કરી જુઓ, વાદળોનું ટોળું આવશે લાઈક કરવા” ના સુત્ર સાથે રેલી યોજીને વૃક્ષો આસપાસના રહેવાસીઓને ભેટ આપવામાં આવ્યા હતા તેમજ વધુને વધુ વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના એકઝિકયુટીવ ડિરેકટર સાક્ષીબેન વાડોદરીયા, પ્રિન્સિપાલ ડો.મયુરસિંહ જાડેજા, ભાવનાબેન કડેચા, ડિમ્પલબેન ગોહેલ, કોમલબેન જાદવાણી, રાધિકાબેન જોલાપરા સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
Post Views: 102