રામકૃષ્ણ આશ્રમ દ્વારા રાજકોટ શહેરની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે મૂલ્યલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવે છે જેમાં વિરાણી હાઇસ્કૂલના ધો. નવના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સેમિનારમાં વિદ્યાર્થીઓને વ્યાખ્યાન, સ્લાઇડ વિડીયો, પોસ્ટર પ્રદર્શન, કિવઝ તથા ધ્યાન વિધિ દ્વારા તબકકાવાર મૂલ્યલક્ષ્મી શિક્ષણ બોધ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની જૂથ ચર્ચામાં પ્રશ્નોત્તરી પણ થઇ હતી તેમજ સ્વામી વિવેકાનંદના જીવન પુસ્તિકાનું બાળકોને વિતરણ કરવામાં આવેલ હતું. કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓએ તથા શાળાના શિક્ષક ચિરાગભાઇ મારકણાએ પ્રતિભાવ આપ્યા હતા. આ મૂલ્યલક્ષી સેમિનારમાં શાળાના ડો. કૃષ્ણકુમાર મહેતા અને વિદ્યાર્થીઓને સેમિનારમાં ભાગ લેવા બદલ શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયાને અભિનંદન પાઠવ્યા તેમ શાળાના સંયોજક નારણભાઇ મહેતાની યાદીમાં જણાવાયું છે.
Post Views: 103