રાજકોટ રેલવે ડિવિઝનના 4 રેલ્વે સ્ટેશનોને હાલમાં જ ફૂડ સેફ્ટી અને અથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ‘ઇટ રાઇટ સ્ટેશન’ સર્ટીફિકેટ આપવામાં આવ્યું છે. આ સ્ટેશનોમાં રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને દ્વારકા સામેલ છે. “ઈટ રાઈટ સ્ટેશન” નું પ્રતિષ્ઠિત પ્રમાણપત્ર એટ્લે કે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડસ અથૉર્ટિ ઑફ ઈન્ડિયા દ્વારા સ્ટેશનોને આપવામાં આવે છે. જે સ્વચ્છતા, સાફ સફાઈના પ્રોટોકોલનું કડક પાલન કરે છે. આ સર્ટીફીકેશન મેળવવું એક લાંબી પ્રક્રિયામાં ઘણા મહત્વના પગલાઓ સામેલ છે. જેમ કે મૂળભૂત સ્વચ્છતા જાળવવી, ભોજન વ્યવસ્થાપન માટે વિક્રેતાઓને પ્રશિક્ષણ આપવું, ખોરાક નમૂનો તપાસી અને તેમનો રિપોર્ટ મેળવો, તમામ પ્રક્રિયાઓ ઓડિટ કરવી, જિલ્લા નામિત અધિકારી જેમ કે રાજ્ય સત્તાવાળાઓ સાથે સહયોગ કરી અને ખાદ્ય સુરક્ષા તાલીમ અને પ્રમાણન તાલીમ માટે એક સ્વતંત્ર સંસ્થા સાથે સમન્વય કરવું. ઉપરોક્ત તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ રાજકોટ ડિવિઝન દ્વારા 4 સ્ટેશનોને આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. આ પ્રમાણન ગુણવત્તા અને સુરક્ષાનું પ્રતીક છે જેનાથી ગ્રાહકોનું વિશ્વાસ વધે છે. આનું પ્રાથમિક લક્ષ્ય ખોરાક સુરક્ષા નિયમો લાગુ કરીને જાહેર આરોગ્યની સુરક્ષા અને સુધારણા કરી અને તે સુનિશ્ચિત કરવું કે તમે જે ખોરાક ખાતા હોવ તે ‘સુરક્ષિત અને પૌષ્ટિક’ છે. રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વનીકુમારે જણાવ્યું હતું કે, રેલવે તંત્ર મુસાફરોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ ભોજન મળી રહે તે માટે રાજકોટ ડિવિઝનના તમામ સ્ટેશનો પર ભોજનની ગુણવત્તાની યોગ્ય કાળજી લેવામાં આવી રહી છે.