મોરચ્યુરી ઓટોપ્સી રૂમ ગુજરાતમાં મોડેલ બની રહે તેવી સુવિધાથી સજ્જ છે : એઈમ્સ વડા કર્નલ કટોચ
એઇમ્સ હોસ્પિટલ ખાતે આજે પ્રથમ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું જેમાં એઇમ્સ હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રો. ડો.કર્નલ સી.ડી.એસ. કટોચના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ મોરચ્યુરી ઓટોપ્સી બ્લોક ખાતે ફોરેન્સિક વિભાગના વડા પ્રોફેસર ડો.સંજય ગુપ્તા અને ડો.ઉત્સવ પારેખ દ્વારા એઇમ્સ હોપિટલ ખાતે નેચરલ મુત્યુ પામેલા 32 વર્ષીય વ્યક્તિનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. એઇમ્સ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ સુવિધા ઉપલબ્ધ થવાથી રાજકોટ સહીત સૌરાષ્ટ્રને આવા આકસ્મિક બનાવોમાં મોતનું સાચું કારણ જાણવામાં મદદ રૂપ થશે.
Post Views: 101