ટાઇફોઇડના પાંચ, કમળાનો એક કેસ દેખાયો : શરદી – ઉધરસના 1162, ઝાડા – ઉલ્ટી 452 કેસ : ખાનગી દવાખાનાઓમાં પણ લાઇન : 466 આસામીને નોટીસ
રાજકોટમાં જેટલો ચોમાસુ માહોલ જામે છે એટલો વરસાદ વરસતો નથી. પરંતુ રોગચાળાને નિમંત્રણ આપતુ વાતાવરણ બંધાઇ ગયું છે. ગત પખવાડીયે રાજકોટમાં ખતરનાક કોલેરાના ત્રણ કેસ બહાર આવ્યા બાદ છેલ્લા અઠવાડિયામાં કોલેરાનો નવો કેસ આવ્યો નથી, પરંતુ ખતરનાક તાવ ડેંગ્યુ, ટાઇફોઇડ અને કમળાના નવા કેસ આવતા લોકોએ ખુબ સતર્ક રહેવાની જરૂર આવી પડી છે. સપ્તાહમાં ડેંગ્યુના 4, ટાઇફોઇડના 5, કમળાનો 1 કેસ સરકારી ચોપડે નોંધાતા રાજકોટ શહેરને મચ્છર અને પાણીજન્ય રોગચાળાએ ભરડો લીધો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ખાનગી દવાખાનાઓમાં પણ આવા દર્દીઓની લાઇન લાગવા માંડી છે.
Post Views: 114