જૈન શ્રેષ્ઠી કિશોરભાઇ કોરડીયા દ્વારા અપાયું ૫૦ હજારનું અનુદાન
સામાજીક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે યુવા સેના ટ્રસ્ટે ૧૨ વર્ષની મજલ પુર્ણ કરી છે. તા. ૨૪ ના રવિવારે ૧૩ માં સ્થાપના દિવસની સેવામય ઉજવણી કરાશે. સ્થાપના દિવસ નિમિતે ફ્રી મેમ્બરશીપની યોજના મુકવામાં આવી છે. આ દિવસે મેડીકલ સાધન લઇ જનારને ડીપોઝીટમાંથી મુક્તિ અપાશે. તેમજ રકતદાન કરનાર પ્રત્યેક રકતદાતાને સર્ટીફીકેટ આપી ઇનામોથી નવાજવામાં આવશે. સંસ્થા દ્વારા અન્નપુર્ણા રથ, મેડીકલ સાધનોની સેવા, રકતદાન કેમ્પ, સાર્વજનિક લાયબ્રેરી, ફીઝીયોથેરાપી સેન્ટર, સર્વજ્ઞાતિય સમુહલગ્ન, સાડીની લાયબ્રેરી, જીવદયા સેવા પ્રકલ્પ, સ્લમ વિસ્તારમાં શિક્ષણ સેવા કેન્દ્ર, સર્વજ્ઞાતિય મેરેજ બ્યુરો, ધાર્મિક તહેવારોની ઉજવણી, મુઠ્ઠીધાન યોજના, રામરોટી સેવા કેન્દ્ર સહીત અનેક પ્રકલ્પો ચલાવવામાં આવે છે. સંસ્થાની પ્રવૃત્તિઓથી પ્રેરાઇને જૈન શ્રેષ્ઠી કિશોરભાઇ કોરડીયા દ્વારા રૂ.૫૦,૦૦૦ નું અનુદાન સ્થાપના દિવસ નિમિતે અપાયુ છે. વધુ માહિતી માટે સંસ્થાના કાર્યાલય સેવા ભવન, ભોલેનાથ સોસાયટી શેરી નં. ૪ ખાતે રૂબરૂ સંપર્ક કરવા સંસ્થાના પ્રમુખ પ્રધુમનસિંહ ઝાલા (મો.૯૯૧૩૩ ૧૦૧૦૦)ની યાદીમાં જણાવાયુ છે.