મનપાના લોક દરબારમાં વોર્ડ નં.1માં સફાઇ, ખાડાની ફરિયાદોનો ઢગલા
આજે દંડકના વોર્ડ નં.ર માં ‘મેયર તમારે દ્વાર’ કાર્યક્રમમાં ધારાસભ્ય, સ્ટે.ચેરમેન, પુરૂ મનપા તંત્ર ફરિયાદો સંભાળશે
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આજથી તમામ 18 વોર્ડમાં લોકોને કનડતા જુદા જુદા પ્રશ્ર્નો સાંભળવા માટેના લોક દરબારનો વોર્ડ નં.1થી પ્રારંભ કરવામાં આવ્યો હતો. ‘મેયર તમારે દ્વાર’ અંતર્ગત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને સફાઇ તથા રસ્તાના ખાડા, ડામર રોડ સુવિધાની માંગણી સાથેની ફરિયાદોનો ઢગલો થયો હતો. સફાઇ નહીં થતી હોવાની ફરિયાદો ચોમાસામાં મુખ્ય બની હતી. તા.22-7 થી તા.13-8 દરમ્યાન વોર્ડ વાઈઝ સવારે 9 થી 11 કલાક સુધી યોજાનારા લોક દરબારમાં નાગરિકો તરફથી રજુ થનાર રજુઆત, પ્રશ્ન અને ફરિયાદનો સ્થળ પર, ટૂંકા સમયગાળામાં હકારાત્મક નિકાલ કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવનાર છે. જે અંતર્ગત આજે વોર્ડ નં.1માં ધરમનગર કો.ઓપ.હા.સોસા. પ્લોટ, ધરમનગર સોસાયટી શેરી નં.3ના ખૂણે, સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ, 150 ફૂટ રિંગ રોડ ખાતે લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દિપ પ્રાગટયથી પ્રારંભ બાદ સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે મહાનુભાવોનું અને વોર્ડ નં.1ના નાગરિકોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ મનપાની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. પ્રજાના પ્રશ્નો સાંભળવા અને તેનું નિરાકરણ કરવું તે પ્રજાના પ્રતિનિધિની જવાબદારી છે. મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવેલ કે, દરેક નાગરિકને પોતાના વોર્ડમાં વિવિધ બાબતો માટે વેદના હોય, વ્યથા હોઈ તેના નિરાકરણ માટે તમારા દ્વારે આવ્યા છીએ. કાલે તા.23 મંગળવારના રોજ સવારે 9 થી 11 દરમ્યાન વોર્ડ નં.2માંવોર્ડ ઓફીસ, વોર્ડ નં.2-અ, ગીત ગુર્જરી સોસા., રામેશ્વર ચોક પાસે, એરપોર્ટ રોડ, રાજકોટ ખાતે મેયર તમારા દ્વારે (લોક દરબાર) કાર્યક્રમ યોજાશે. આજના લોક દરબાર કાર્યક્રમના અધ્યક્ષ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે.ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિ. ડી.પી.દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, ડો.માધવ દવે, વોર્ડ નં.1ના કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, અલ્પેશભાઈ મોરજરીયા, હિરેનભાઈ ખીમાણીયા, ડે.કમિશનર સી.કે. નંદાણી, હર્ષદ પટેલ, સિટી એન્જી. કુંતેશ મહેતા, પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર, આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ, આસી.કમિશનર સમીર ધડુક, ઈ.ચા. ડાયરેક્ટર ગાર્ડન આર.કે.હીરપરા, એન્જી. બી.ડી. જીવાણી, વોર્ડના અધિકારીઓ એમ.બી. ગાવિત, એ.ટી.પી. મનોજ શ્રીવાસ્તવ, દિગ્વિજયસિંહ તુવર, બીરજુ મહેતા, ફાલ્ગુની કલ્યાણી, મહેશ મુલીયાણા, કૌશિક ઉનાવા, પી.એસ. ટુ મેયર વી.ડી. ઘોણીયા, અન્ય કર્મચારીઓ, પ્રભારી કાથડભાઈ ડાંગર, કાનાભાઈ ખાણધર, નાગજીભાઈ વરૂ તથા વોર્ડના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.