નવલકથા ” ધ રામબાઈ ” સાંસદ પરસોત્તમ રૂપાલા દ્વારા રજૂ કરાઇ
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા વાંચન પરબના 81મા મણકામાં જીતેશ દોંગા લિખિત નવલકથા ’ધ રામબાઈ’ સાંસદ પરશોત્તમ રૂપાલા દ્વારા પ્રસ્તુતિ આપવામાં આવી હતી. આ વાચન પરબમાં જીમ્મીભાઈ દક્ષીણી (કાર્યકારી ચેરમેન), ડિરેકટર ગણમાંથી જ્યોતીન્દ્રભાઈ મહેતા (પૂર્વ ચેરમેન), નલિનભાઈ વસા (પૂર્વ ચેરમેન), ટપુભાઈ લીંબાસીયા (પૂર્વ વાઈસ ચેરમેન), દીપકભાઈ મકવાણા, હંસરાજભાઈ ગજેરા, કીર્તિદાબેન જાદવ, ચંદ્રેશભાઈ ધોળકીયા, માધવભાઈ દવે, શૈલેષભાઈ મકવાણા, દિનેશભાઈ પાઠક, અશોકભાઈ ગાંધી, દીપકભાઈ બકરાણીયા. હર્ષિતભાઈ કાવર (કો-ઓપ્ટ ડિરેકટર), વિનોદ કુમાર શર્મા (સીઈઓ જનરલ મેનેજર), વિનોદભાઈ લાઠીયા (બોર્ડ ઓફ મેનેજમેન્ટ) ઉપરાંત શાખા વિકાસ સમિતિના સદસ્યો, ડેલિગેટ્સ, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે પરશોત્તમ રૂપાલાનું પુસ્તક, ખાદીનો રૂમાલ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્મૃતિચિહ્ન આપી અભિવાદન કર્યું હતું.