પુતળીબા ઉધોગ મંદિર, ગીતા મંદિર સામે ઓપન રાજકોટ મહેંદી ગીત સ્પર્ધાનું આયોજન કરેલ હતું. જેમાં અજગીયા નિરાલી, જીવરાજાની નિરાલી, પિત્રોંડા નિધિ તેમજ રેગ્યુલરમાં જાવીયા હસ્તી, સોલંકી પૂજા માનસુરીયા દ્રષ્ટ્રિ પ્રથમ દ્રિતીય અને તૃતીય ક્રમે વિજેતા તરીકે જાહેર થયેલ હતા. સ્પર્ધામાં આશરે ૫૦ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કવિતાબેન અનડકટ, સંસ્થાના ટ્રસ્ટીઓ ડો. હેલીબેન ત્રિવેદી, ડો. સ્મિતબેન ઝાલા, ભારતીબેન નથવાણી, હિનાબેન રાવલ, મીલીબેન કુંડલીયા તેમજ મહેંદી વર્ગના શિક્ષક અમિષાબેન કુંડલીયા ઉપસ્થિત રહેલ હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મીલીબેન કુંડલીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવેલ હતી. દરમિયાન આગામી તા. ૧-૮ થી તા. ૩૧-૮ સુધી બહેનો માટે વધુ એક નિઃશુલ્ક મહેંદી વર્ગ યોજેલ છે. નામ નોંધાવવા કાર્યાલયનો સવારે ૧૧ થી ૫ માં રૂબરૂ અથવા મોં. ૯૦૨૩૯ ૮૧૧૬૬ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.