ભ્રષ્ટાચાર ગેરરીતિ સહિતના અનેક મુદ્દે ટૂંક સમયમાં લડત હાથ ધરાશે
રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના પ્રશ્નો રાજ્ય સરકાર અને ભાજપના નેતાઓ સામે અસરકારક ચળવળ ઉભી કરનાર ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતી ગેરરીતિ તેમજ ભ્રષ્ટાચાર સામે મોરચો માંડે તેવી શક્યતા પ્રવર્તે છે. કોંગ્રેસના જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક સમયથી કાયદાનું અસ્તિત્વ જ ન હોય તેમ નિર્ણયો લેવામાં આવતા હોય છે. વિદ્યાર્થીઓને પારાવાર નુકસાની, ભ્રષ્ટાચાર, ગેરરીતિ, પેપર લીક, કર્મચારીઓને ઓછા પગાર, હેરાનગતિ, ભાજપ અને સંઘના આગેવાનો સામે કથિત મુદ્દે જીજ્ઞેશ મેવાણી ઉગ્ર લડત હાથ ધરનાર હોવાનું જાણવા મળે છે. આક્ષેપો સહિત અનેક ટીઆરપી ગેમઝોનમાં રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન, પોલીસ તંત્ર, કલેકટર તંત્ર તેમજ રાજ્ય સરકાર સામે ઉગ્ર લડત હાથ ધરનાર કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પ્રશ્નો સામે મક્કમ લડત આપશે તેમ જાણવા મળેલ છે.