ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટીની 13 મેડીકલ કોલેજમાં સરકાર દ્વારા સરકારી તથા મેનેજમેન્ટ કોટાની ફીમાં ઘટાડો કરવા નેશનલ મેડીકલ ઓર્ગેનાઈઝેશન તથા ડોક્ટર ધારાસભ્યઓ તેમજ અઇટઙ દ્વારા રજૂઆત કરવામાં આવેલ સરકાર દ્વારા આ રજુઆતને ધ્યાને લઇ ખઇઇજની એક વર્ષની ફી 5.50 થી ઘટાડીને 3.75 લાખ તથા મેનેજમેન્ટ કોટાની 17 લાખ ઘટાડી 12 લાખ કરવાનો નિર્ણય કરેલ છે. આ સંદર્ભમાં લેવાયેલ નિર્ણયને વિધાનસભા – 69ના ધારાસભ્ય ડો.દર્શિતા શાહ એ આવકારી માનનીય લોકલાડીલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલનો આભાર માનેલ છે. અને વિદ્યાર્થીમાં હિતમાં કરાયેલ સંવેદનશીલ નિર્ણયને આવકારેલ છે.
Post Views: 82