રાજકોટ ડિવિઝનના રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) ને રેલવે મિલકત, મુસાફરો અને તેની સાથે જોડાયેલ બાબતોની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ ડીવીઝનલ રેલવે મેનેજર અશ્વનીકુમાર અને ડીવીઝનલ સિકયુરીટી કમિશનર કમલેશ્વર સિંહના માર્ગદર્શન હેઠળ રાજકોટ ડીવીઝનના આર.પી.એફ.ના જવાનો રેલવે અને રેલવે મુસાફરોની સુરક્ષા માટે ઉત્તમ સેવા આપી રહ્યા છે. તેઓ જરૂરિયાતમંદ પ્રવાસીઓને સહાય પણ પૂરી પાડે છે અને સંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતી મહિલાઓ અને બાળકોને બચાવે છે. જાન્યુઆરીથી જૂન ૨૦૨૪ સુધી, રાજકોટ ડિવિઝનના આરપીએફ એ મુસાફરોને સલામત, સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો અનુભવ આપવા માટે ચોવીસ કલાક કામ કરીને અનુકરણર્ણીય કામગીરી કરી છે.
Post Views: 81