જિલ્લા પંચાયતના મહિલા અને બાળ યુવા પ્રવૃતિ વિકાસ સમિતિના ચેરમેન કંચનબેન બગડાની ધારદાર રજૂઆત રંગ લાવી
જામકંડોરણા તાલુકામાં આઇ.સી.ડી.એસ. ઘટકમાં ઈન્ચાર્જ બાળ વિકાસ યોજના અધિકારી કોમલબેન ઠાકર દ્વારા ચાલતી લાલિયાવાડીથી લાભાર્થીઓ ત્રસ્ત પામી ગયા હતા. વારંવાર ફરિયાદો ઉઠી હતી. આ ઈન્ચાર્જ બાળ વિકાસ યોજના અધિકારી પોતાની મરજીથી સરકારી કચેરી ચલાવતા હતા. જયારથી જામકંડોરણા તાલુકામાં ઈન્ચાર્જ બાળ વિકાસ યોજના અધિકારી તરીકે કોમલબેન ઠાકર ચાર્જમાં આવ્યા હતા ત્યારથી કોઈને કોઈ વિવાદો થયા કરતા હતા અને ઉચ્ચ કક્ષાએ ઘણી બધી રજૂઆત પણ થઈ આવી હતી. ઇન્ચાર્જ બાળ વિકાસ યોજના અધિકારી કોમલબેન ઠાકર સામે પણ આંગણવાડી વર્કરની ભરતી બાબતે ગંભીર આક્ષેપો ઉચ્ચકક્ષાએ થયા હતા. હમેશા કામગીરીના કારણે વિવાદોમાં રહેતા હતા. ક્યારેય સમય પર કામ કરતા ન હતા. જામકંડોરણા મત વિસ્તારના જિલ્લા પંચાયતના ચુંટાયેલા મહિલા સભ્ય અને હાલ જિલ્લા પંચાયતમા મહિલા અને બાળ યુવા પ્રવૃતિ વિકાસ સમિતિના ચેરમેન કંચનબેન બગડાને વારંવાર લોકોની રજૂઆત મળતી હતી. ચેરમેન દ્વારા રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરને ૮/૭/૨૦૨૪ ના રોજ લેખિત રજૂઆત કરી હતી કે ગોંડલ ૨ ના બાળ વિકાસ યોજના અધિકારી કોમલબેન ઠાકરને જામકંડોરણા તાલુકાના ઇન્ચાર્જ બાળ વિકાસ યોજના અધિકારીનો ચાર્જ સોંપાયેલ હોય તે બદલી નાખવો તેવી રજૂઆત થઈ આવી હતી તેને ધ્યાને લઈને તાત્કાલિક અસરથી બાળ વિકાસ યોજના અધિકારી કોમલબેન ઠાકર ચાર્જ છૂટો કરીને ગોંડલ ૧ બાળ વિકાસ યોજના અધિકારી આપી દેવામાં આવ્યો છે તેવી સત્તાવાર માહિતી મળેલ છે.