કામદારો ફરી ઉમટયા : મનપામાં ગેટ બંધ કરાયો : ભરતી માટે કરાઈ રજુઆત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સફાઈ કામદારોની કોઈપણ લોકોની કાયમી ભરતી થતી નથી. ફક્તને ફક્ત કોન્ટ્રાક્ટ ઉપર લેવામાં આવે છે. જે મુદાને લઈ અનુ.જાતિ સમાજના વિવિધ યુનિયન દ્વારા ઘણા બધા આવેદનો પત્રો પાઠ્વેલા છે. તેમજ ઉપવાસ અને આંદોલનો પણ કરવામાં આવ્યા પણ હજી સુધી વાલ્મિકી સમાજના વર્ગ જેઓ સફાઈ વ્યવસાય વર્ષોથી કરતા આવ્યા છે. તે વાલ્મિકી સમાજના સફાઈ કામદારોને રાજકોટ મ્યુ. કોર્પોરેશનમાં માત્રને માત્ર આ સમુદાયને માત્ર માત્ર ઘણા સમયથી હથેળીમાં ચાંદ બતાવાતો હતો. જેનો આજની સાધારણ સભામાં મોટી સંખ્યામાં સફાઈ કામદારોએ પોતાની માંગ સંતોષવા આક્રોશ વ્યક્ત કર્યો છે.
મનપામાં આજે જનરલ બોર્ડ બાદ સફાઇ કામદારોનો સમુહમાં તેમની પડતર માંગણીઓ અંગે ચર્ચા કરવા પહોંચ્યો હતા. ભરતી અને જુના રાજીનામા મંજૂર કરવાની માંગણી તેમને મેયર નયનાબેન પેઢડીયા સમક્ષ રજુ કરી હતી. આ પૂર્વે પદાધિકારીઓના બિલ્ડીંગનો ગેટ ટોળુ રોકવા બંદોબસ્ત સાથે બંધ કરી દેવામાં આવ્યો હતો. બાદમાં સ્ટે.ચેરમેન જયમીન ઠાકર અને દંડક મનીષ રાડીયા તેમનો પ્રશ્ન સાંભળવા નીચે ગયા હતા. ચેરમેને કહ્યું હતું કે 2019નો ઠરાવ હોવાની કામદારોની રજૂઆત છે. રાજીનામા મંજૂર કરવા માંગણી કરી છે. આથી તેઓ જુના ઠરાવનો અભ્યાસ કરીને યોગ્ય કાર્યવાહી કરશે તેવી ખાતરી આપી હતી.