રાજકોટ મહાપાલિકાની કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન અને સભ્યના હોદ્દા પરથી દેવુબેન જાદવનું રાજીનામુ લઇ લેવામાં આવ્યું હોય, તેમની જગ્યાએ બાકી રહેતી મુદ્દત માટે વોર્ડ નં.4ના કોર્પોરેટર કંકુબેન કાનાભાઇ ઉધરેજાને ચેરમેન બનાવવાની દરખાસ્ત આજની સભામાં મંજૂર કરવામાં આવી હતી. જયારે વજીબેન ગોલતરનું વોટર વર્કસ સમિતિ અને શીશુ કલ્યાણ સમિતિના સભ્ય પદેથી રાજીનામુ લઇ લેવાયુ હોય તેમની જગ્યાએ શ્રીમતી દક્ષાબેન વાઘેલાને બાકીની મુદ્દત માટે સભ્ય તરીકે મુકવામાં આવ્યા છે. બાંધકામ સમિતિના ચેરમેન પદમાં કોઇ ફેરફાર હાલ ન કરવા પક્ષે નિર્ણય લીધો છે. આજની સભામાં કેન્દ્રમાં ફરી નરેન્દ્રભાઇ મોદીની સરકારે ત્રીજી વખત સંભાળેલા સુકાન બદલ અભિનંદન આપતો પ્રસ્તાવ પણ મંજૂર કરાયો હતો.
સભામાં કુલ 72 પૈકી 70 કોર્પોરેટર હાજર હતા. ભાજપના દિલીપભાઇ લુણાગરીયા અને કોંગ્રેસના ભાનુબેન સોરાણીએ રજા રિપોર્ટ મોકલ્યા હતા.