રાજકોટના રેસકોર્ષ રોડ ઉપર આવેલ એજી ઓફીસ ખાતે કાલે તા. ૧૮ ને ગુરૂવારે સવારે ૯.૩૦ વાગ્યે સીએજી ગિરીશચંદ્ર મુર્મુના હસ્તે આઇસીએ એલનું ઉદઘાટન કરવામાં આવશે. ગિરીશ ચંદ્ર મુર્મુ જમ્મુ અને કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રથમ લેફટનન્ટ ગવર્નર હતાં. તેઓ ગુજરાત કેડરના ૧૯૮૫ બેચના ભારતીય વહીવટી સેવા અધિકારી છે અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન નરેન્દ્રભાઇ મોદીના મુખ્ય સચિવ હતાં. તેઓ નાણા મંત્રાલયમાં ખર્ચ વિભાગના સચિવ હતાં. તેઓ ૨૦૨૪ માટે સંયુકત રાષ્ટ્રની ઓડિટર પેનલના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. તેઓ ફરી એકવાર ર૦ર૪ થી ૨૦૨૭ ની મુદત માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એકસટર્નલ ઓડીટર તરીકે ચૂંટાયા છે. તેઓ પહેલાથી જ ૨૦૧૯ થી ૨૦૨૩ ના કાર્યકાળ માટે આ પદ પર છે.
Post Views: 93