રાજકોટ વોર્ડ નં.૧૮ ના કોર્પોરેટરોનો પ્રયત્ન સફળ રહ્યો હોય તેમ વોર્ડ નં.૧૮માં આવેલ શિતળાધાર, વૃંદાવન સોસાયટી તથા સોલવન્ટ વિસ્તારની જુદી જુદી સોસાયટીમાં રૂ.૪.૦૯ કરોડના ખર્ચે મેટલીંગ કરવાનું કામ સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે. આ કામ થતા વિસ્તારમાં રહેતા તમામ લોકોની સુવિધામાં વધારો થશે. આ કામો મંજુર કરવા બદલ વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણા, સંજયસિંહ રાણા અને સંદીપભાઈ ગાજીપરા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો આભાર વ્યકત કરેલ છે.
Post Views: 95