રાજકોટ શહેરના વોર્ડ નં.૧૪માં રૂ.૨૩.૭૨ લાખના ખર્ચે ગીતામંદિર રોડ, જયનાથ હોસ્પિટલ પાછળ શાકમાર્કેટ પાસે આવેલ વોકળાથી વાણિયાવાડી શેરી નં.૬ ને જોડતો ફુટ બ્રિજ બનાવાનું કામ સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે. આ કામો મંજુર કરવા બદલ આરોગ્ય સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર કેતનભાઈ પટેલ, સેનિટેશન સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર નિલેશભાઈ જલુ, કોર્પોરેટર ભારતીબેન મકવાણા અને વર્ષાબેન રાણપરા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો આભાર વ્યકત કરેલ હતો.
Post Views: 94