સત્તાધીશો દ્વારા દર વર્ષે લાખો રૂપિયાના ડીવીડન્ડની ભાગ બટાઇ કરી લેવામાં આવે છે : સભાસદોને ન્યાય મળવો જ જોઇએ : નાગરિક બેંક બચાઓ સંઘ
રાજકોટ નાગરિક સહ. બેંકના ત્રણ લાખથી વધુ સભાસદોને ફીકસ ડીપોઝીટમાં મહત્તમ ૭.૫૦% જેટલુ વાર્ષિક વ્યાજ ચુકવાય છે. પરંતુ વધારાના શેર લેવાની મર્યાદા માત્ર રૂ.૨૫૦૦/- ની છે. જયારે બેંકના ડીરેકટરો, શાખા વિકાસ સમિતિના સભ્યો, ડેલીગેટો, સ્ટાફ વિગેરે એકાદ હજાર લોકો પોતાના નામે તેમજ સગા-વ્હાલાઓના નામે રૂ. એક લાખથી માંડીને રૂ.પચ્ચીસ લાખ કે તેથી વધુના વધારાના શેર ધરાવે છે. આ એક ટકાથી પણ ઓછા સભાસદો કોઈ ખાનગી પેઢીના ભાગીદારો હોય તે રીતે તેમને દર વર્ષે ૧૮ % ડિવીડન્ડન નામે તગડા ચુકવણા થાય છે. આ રકમ રાજા-મહારાજા ઓના સાલીયાણાની જેમ દર વર્ષે ઘરદીઠ લાખો રૂપિયામાં ચુકવાય છે અને પેઢી દર પેઢી તે ચાલુ જ રહે છે. દેશના સહકારી ક્ષેત્રમાં પ્રથમવાર આવુ અકલ્પનીય અને અભુતપુર્વ મહા કૌભાંડનો નાગરિક બચાવો સંઘે પર્દાફાશ કરતા બેન્કીંગ ક્ષેત્રમાં મોટો ભૂકંપ આવ્યો હોવાનું યાદીમાં જણાવાયું છે.