April 4, 2025 7:19 am

Day: July 16, 2024

SCને મળ્યા 2 નવા જજ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આપી મંજૂરી Supreme Court Appointed Judges: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં નિમણૂક માટે બે નવા ન્યાયાધીશોના નામનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નામોમાં જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન. કોટીશ્વર સિંહ અને મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ આર મહાદેવનના નામનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 11 જુલાઈના રોજ બંને ન્યાયાધીશોની નિમણૂક માટે કેન્દ્રને ભલામણ કરી હતી. આ બંનેના શપથ લીધા બાદ સુપ્રીમ કોર્ટમાં 34 જજોની સંખ્યા પૂર્ણ થઈ જશે અને કોર્ટ પોતાની પૂરી તાકાતથી કામ કરી શકશે.

Read More »