April 5, 2025 12:48 am

GST Scam : બુકીઓ, આંગડીયા પેઢીઓ અને હવાલા ઓપરેટરોના “અચ્છે દિન” ખતમ ?

GST Scam : બનાવટી દસ્તાવેજો થકી ગરીબ-અભણ નાગરિકોને લાલચ આપી કોભાંડીઓ દ્વારા મેળવવામાં આવતા જીએસટી નોંધણી નંબર હવે અઘરા બન્યા છે. કરોડો-અબજો રૂપિયાના જીએસટી કૌભાંડ (GST Scam) થી અવગત કેન્દ્ર સરકાર (Central Government) ની વર્ષો બાદ આંખ ખૂલી છે. જીએસટી માફિયાઓ અબજો રૂપિયાનું કાળુ નાણું (Black Money) દેશ બહાર હવાલા થકી પહોંચાડી ચૂક્યાં છે. વર્ષોથી ચાલતા GST Scam થી સૌ કોઈ શરૂઆતથી જ વાકેફ હતા. ગુજરાતમાં નવો નોંધણી નંબર આપવા શરૂ કરાયેલા જીએસટી સેવા કેન્દ્રના પાયલોટ પ્રોજેક્ટ બાદ નવી અરજીઓ 25 ટકા જેટલી ઘટી હોવાનો ગુજરાત સરકારે (Gujarat Government) દાવો કર્યો છે. સરકારના આ નિર્ણયના કારણે કયા-કયા કૌભાંડીઓને અસર પહોંચશે. વાંચો આ અહેવાલમાં…
ડિમેટ કૌભાંડની તર્જ પર GST Scam

એક દસકાથી પણ વધુ સમય શેરબજારમાં ચાલેલા બોગસ ડિમેટ એકાઉન્ટ કૌભાંડની તર્જ પર જીએસટી કૌભાંડ સાતેક વર્ષ અગાઉ શરૂ થયું. ડિમેટ એકાઉન્ટકાંડમાં કરોડો-અબજો રૂપિયાની કર ચોરીનો ઇતિહાસ લખાઈ ચૂક્યો છે અને તે સરકારની જાણમાં હતો. આમ છતાં GST અમલમાં આવ્યા બાદ તેમાં રહેલા કેટલાંક છીંડા જાણી જોઈને પૂરવામાં આવ્યા ન હતા. કારણ કે, અબજો રૂપિયાના GST Scam માં વિભાગના અધિકારીઓ અને રાજનેતાઓ સામેલ હતા. પાંચ વર્ષ અગાઉ થયેલી પોલીસ તપાસમાં એવી અનેક હકિકતો સામે આવી, પરંતુ તેને તપાસમાં ઢાંકી દેવામાં આવી હતી.
શું છે કેન્દ્ર સરકારનો GSK પ્રોજેક્ટ ?

ભારતનું એકપણ રાજ્ય જેનાથી બાકાત રહ્યું નથી તે GST Scam ને અટકાવવા કેન્દ્ર સરકાર હવે સક્રિય બની છે. ગરીબ-અભણ માણસોને આર્થિક લાલચ આપીને આચરવામાં આવતા લાખો-કરોડોના કૌભાંડને રોકવા કેન્દ્ર સરકારે પ્રથમ ડગલું માડ્યું છે. ગત નવેમ્બર મહિનામાં વાપી ખાતે સૌ પ્રથમ જીએસટી સેવા કેન્દ્ર (GST Seva Kendra) શરૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે ગુજરાતમાં શરૂ કરેલા પાયલોટ પ્રોજેક્ટમાં નવો જીએસટી નોંધણી નંબર મેળવવા આધાર નંબર થકી બાયોમેટ્રીક ખરાઈ કરવી જરૂરી બની છે. અરજદારે GSK ખાતે રૂબરૂ મુલાકાત લેવી પડે છે. છેલ્લાં 75 દિવસમાં ગુજરાતમાં કુલ 12 GST Seva Kendra શરૂ થઈ ગયા છે. રાજ્ય સરકારના નાણા મંત્રી કનુભાઇ દેસાઈ (Kanubhai Desai) ના હસ્તે ગત સોમવારથી મોબાઈલ એપ્લિકેશન પર ચહેરો દર્શાવી આધાર થકી નવા નોંધણી નંબર આપવાની પણ શરૂઆત કરાઈ છે.
ભાવનગરથી કૌભાંડની શરૂઆત થઈ

ગુજરાતમાં બોગસ બિલિંગના કૌભાંડની શરૂઆત ઊંઝા માર્કેટ યાર્ડ (Unjha Market Yard) અને ભાવનગર અલંગ (Bhavnagar Alang) થી શરૂ થઈ હતી. બોગસ બિલિંગ કૌભાંડ (Fake Billing Scam) માં ગઠિયાઓ સામેલ થવા લાગ્યા અને સરકારને હજારો-લાખો કરોડ રૂપિયાનો ચૂના લગાવવા લાગ્યા. GST Racket માં પોલીસ ફરિયાદો થવા લાગી અને તેની મજા પોલીસ અધિકારીઓ પણ લીધી. લાખો-કરોડોના કૌભાંડમાં ક્રાઈમ બ્રાંચ અને Gujarat ATS પણ જીએસટી વિભાગની મદદ કરી ચૂકી છે. રાજ્ય કર વિભાગ (State Tax Department) અને SGST ના લાંચીયા અધિકારીઓ રાજનેતાઓના આર્શીવાદથી આજેપણ હપ્તાબાજીનું નેટવર્ક ચલાવી રહ્યાં છે.
મોદીની જાહેરાત કૌભાંડીઓ માટે બની સ્ટાર્ટઅપ

‘એક દેશ, એક ટૅક્સ’ના સૂત્ર સાથે નરેન્દ્ર મોદીની સરકારે (Modi Government) 1 જુલાઈ 2017થી દેશભરમાં ગૂડ્ઝ ઍન્ડ સર્વિસિસ ટેક્સ (GST) ને અમલી બનાવ્યો હતો. દેશમાં આવેલા કરવેરાના નવા યુગનો લાભ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની સાથે ગઠિયાઓને ખૂબ મળ્યો છે. ગુજરાતમાં આચરવામાં આવેલા જીએસટી કૌભાંડ (GST Scam) ની વાત કરવા બેસીએ તો, ખૂટે નહીં એટલી ઘટનાઓ છે. સરકારની કર ચોરી શોધવાની અને રોકવાની વાતો વચ્ચે છેતરપિંડીનો આંકડો વર્ષો વર્ષ વધતો ગયો છે.
બ્લેક મની વ્હાઈટ કરવા GST ખાતાનો ઉપયોગ

હજારો કરોડ રૂપિયાના ક્રિકેટ સટ્ટા બેટિંગ (Cricket Betting) ના અનેક કેસોની પોલીસ તપાસમાં હવાલા રેકેટની વાતો સામે આવી છે. ઑનલાઈન ગેમ્બલીંગ (Online Gambling) થકી કરોડો-અબજો રૂપિયા કમાનારા બુકી (Bookie) ભાડાના બેંક એકાઉન્ટમાં કાળા નાણાની હેરાફેરી કરી રહ્યાં છે. બેંક અધિકારીઓની મીલીભગતથી ચાલતા ભાડાના એકાઉન્ટમાં આવેલા કરોડો-અબજો રૂપિયા બોગસ જીએસટી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. બ્લેક મની જીએસટી એકાઉન્ટમાં આવતાની સાથે જ વ્હાઈટ થઈ જાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ફૂટી નીકળેલી આંગડીયા પેઢીઓ અને કેટલાંક હવાલા ઓપરેટર (Hawala Operator) બોગસ જીએસટી એકાઉન્ટમાં આવેલી રકમ ક્રિપ્ટો કરન્સી (Cryptocurrency) માં તબદિલ કરી તેમજ આયાતના નામે વિદેશમાં મોટા પેમેન્ટ કરીને દેશનું કાળુ નાણું બહાર મોકલી આપે છે.
કયા-કયા કૌભાંડીઓને થશે અસર ?

બોગસ બિલિંગ થકી ટેક્સ ઈનપુટ ક્રેડિટ મેળવતા કૌભાંડીઓ, સટ્ટા બજારના બુકીઓ અને છેલ્લાં કેટલાંક વર્ષોમાં ફૂટી નીકળેલી આંગડીયા પેઢીઓને મોટી અસર પડશે. કાળા નાણાને ધોળા કરી અધધ રૂપિયા વિદેશમાં લઈ જવાનો ખેલ ખેલતા કૌભાંડીઓને સૌથી મોટી અસર પડશે. સાથે જ કૌભાંડીઓ સાથે મળેલા રાજ્ય તેમજ કેન્દ્ર કર વિભાગના ભ્રષ્ટાચારી અધિકારીઓની કાળી કમાણીમાં પણ ખાસ્સી એવી અસર પડશે.

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE