છેલ્લા એક હપ્તામાં આત્મહત્યાનું પ્રમાણ વધતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ અને અધ્યાપક ડૉ. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં 65 જેટલા વિદ્યાર્થીઓએ આત્મહત્યા નિવારણ માટેના પોસ્ટરનું પ્રદર્શન કરેલ હતું. ત્રિકોણ બાગ, ઇન્દિરા સર્કલ, ભૂતખાના ચોક, બસ સ્ટેન્ડ , રેલવે સ્ટેશન , યાજ્ઞિક રોડ, પેલેસ રોડ, જિલ્લા પંચાયત ચોક, આજકાલ સર્કલ, આકાશવાણી, કેકેવી ચોક, ક્રિસ્ટલ મોલ, હોસ્પિટલ ચોક, લીમડા ચોક, રૈયા સર્કલ ચોક , ભક્તિનગર સર્કલ, સોરઠીયા વાડી ચોક, અમીન માર્ગ વગેરે જગ્યાએ વિદ્યાર્થીઓએ પોસ્ટર પ્રદર્શન કરેલ હતું.
Post Views: 90